VIDEO: મુંબઈ મેટ્રોના બંધ દરવાજામાં ફસાઈ ગયો ડ્રેસ અને ચાલતી ટ્રેન સાથે મહિલા પ્લેટફોર્મ પર ઢસડાઈ, જુઓ કેવી રીતે બચ્યો જીવ
Watch Video: વીડિયોમાં જોઈ શકાય છે કે ચકલા સ્ટેશન પર સાંજે 4.10 વાગ્યે એક મહિલા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તેનો ડ્રેસ મેટ્રો કોચના દરવાજા વચ્ચે ફસાઈ ગયો હતો. જ્યારે નજીકમાં ઉભેલા એક મુસાફરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા ટ્રેન સાથે ખેંચાઈ જવા લાગી.
Trending Photos
મુંબઈ મેટ્રો વન ટ્રેનના બંધ દરવાજામાં એક મહિલાનો ડ્રેસ ફસાઈ ગયો, આ સમયે ટ્રેન ચાલવા લાગતાં તે ચાલતી ટ્રેનની સાથે પ્લેટફોર્મના છેડા સુધી ખેંચાઈ ગઈ હતી. આ ઘટના 21 ઓક્ટોબરની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ચકલા સ્ટેશન પર સાંજે 4.10 વાગ્યે એક મહિલા પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે તેનો ડ્રેસ મેટ્રો કોચના દરવાજા વચ્ચે ફસાઈ ગયો હતો. જ્યારે નજીકમાં ઉભેલા એક મુસાફરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલા ટ્રેન સાથે ખેંચાઈ જવા લાગી. જો કે, તેણીને બચાવી શકાય તે પહેલાં, ટ્રેને ઝડપ પકડી અને મહિલાને પ્લેટફોર્મની રેલિંગના છેડે ખેંચી લીધી. બાદમાં તેને સ્ટ્રેચર મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
Clip shows woman being dragged till end of platform after her dress gets stuck in #Mumbai Metro train’s door
Read the story here: https://t.co/7hpPv6hoMb pic.twitter.com/tx305M5OzQ
— Express Mumbai (@ie_mumbai) December 30, 2022
મુંબઈનો આ વિસ્તાર બેટમાં ફેરવાયો
મુંબઈના જ અન્ય એક સમાચારની વાત કરીએ તો અસલ્ફા વિસ્તારમાં કોઇ કારણોસર 72 ઇંચની પાઇપ લાઇન અચાનક તૂટી જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ ઘટના એ સમયે ઘટી જ્યારે લોકો પોતાના ઘરમાં આરામથી સૂઇ રહ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરમાં હતો કે, લોકોના ઘરમાં, આસપાસની દુકાનમાં અને ગલીઓમાં પાણી ભરાવા લાગ્યા છે.
પાણીની પાઇપ લાઇન તૂટી જતા પ્રેશરના કારણે અંદાજિત 10 ફૂટ સુધી પાણીના ફુવારા ઉછળ્યા હતા. રાત્રે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા પછી જાણ થઇ કે, અલસ્ફા વિસ્તારમાં પાણીની પાઇપલાઇટ તૂટી છે ત્યારબાદ લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે