Corona Update: આજે પાછો કોરોનાના નવા કેસમાં ઉછાળો, જાણો લેટેસ્ટ માહિતી 

સતત ઘટાડા બાદ આજે કોરોનાના કેસ(Corona Case) માં વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 54,044 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 76,51,108 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 7,40,090 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 67,95,103 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 717 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,15,914 પર પહોંચી ગયો છે. 
Corona Update: આજે પાછો કોરોનાના નવા કેસમાં ઉછાળો, જાણો લેટેસ્ટ માહિતી 

નવી દિલ્હી: સતત ઘટાડા બાદ આજે કોરોનાના કેસ(Corona Case) માં વધારો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 54,044 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 76,51,108 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 7,40,090 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 67,95,103 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 717 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,15,914 પર પહોંચી ગયો છે. 

કુલ 9,72,00,379 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ અત્યાર સુધી 9,72,00,379 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 10,83,608 સેમ્પલનું ટેસ્ટિંગ 20મી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. 

Total active cases are 7,40,090 after a decrease of 8448 in last 24 hrs

Total cured/migrated cases are 67,95,103 with 61,775 new discharges in last 24 hrs pic.twitter.com/LzVPOx7XjI

— ANI (@ANI) October 21, 2020

સ્વાસ્થ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
તહેવારો વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યમાં પેટાચૂંટણીને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એકદમ કોરોનાના કેસમાં વધારો થવાની ચિંતા વ્યક્ત કરી છે. જેના કારણે હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના તરફથી એક ટીમ બિહાર માટે રવાના કરી દીધી છે. 

— ANI (@ANI) October 21, 2020

કેન્દ્ર સરકારની આ ટીમ રાજ્યમાં ધ્યાન રાખશે કે ચૂંટણી પ્રચાર, ઉમેદવારોના નોમિનેશન અને વોટિંગ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન થાય. આ માટે કેન્દ્રની ટીમ રાજ્ય સરકારની મદદ કરશે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે જ્યાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હતો તે 6 રાજ્યોમાં પહેલેથી કેન્દ્રની ટીમો મોકલી દીધી છે.

અત્રે જણાવવાનું કે બિહારમાં સતત એ પ્રકારની તસવીર સામે આવી રહી છે કે જેમાં કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું નથી. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધી ગઈ છે અને એટલે સુરક્ષા કારણોસર કેન્દ્રની એક ટીમ બિહાર મોકલવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના વિશેષજ્ઞોની આ ટીમ રાજ્ય સરકારને સલાહ આપશે જેથી કરીને કોરોના પ્રોટોકોલ લાગુ કરી શકાય. એ વાતની પણ નિગરાણી કરશે કે ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન થાય. 

આ રાજ્યોમાં કોરોનાનો પ્રભાવ વધુ
સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ ભારતમાં પ્રતિ મિલિયન વસ્તી પર સંક્રમણના કેસ જોઈએ તો ભારતમાં 310 પ્રતિ મિલિયન છે. જ્યારે ફ્રાન્સમાં સૌથી વધુ 2457 પ્રતિ મિલિયન છે. તેમણે જણાવ્યું કે 83 ડેથ પ્રતિ મિલિયન ભારતમાં છે જો કે વિશ્વના મોટા ભાગના દેશોમાં તેના કરતા વધુ છે. 6 રાજ્યોમાં 64 ટકા એક્ટિવ કેસ છે. અને 50 ટકા એક્ટિવ કેસ ફક્ત ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં છે. 

કોરોના વેક્સિનની તૈયારીઓ  પૂરી
સરકાર તરફથી વેક્સિનેશનને લઈને પણ પૂરી તૈયારીઓ થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજની તારીખમાં બે કરોડ હેલ્થ વર્કર અને એક કરોડ ડોક્ટરોને તત્કાળ  પ્રભાવથી રસી આપવાની સ્થિતિમાં છે. આથી સિરિન્જ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. એટલે કે ભારત સરકાર તરફથી મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. બધાની ઈન્તેજાર છે કે રસીના જે પરીક્ષણ ચાલુ છે તે પ્રયોગ ક્યારે સફળ થાય છે અને રસી ક્યારે તૈયાર થાય છે. જ્યાં સુધી  રસી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે બધાએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news