WION અને રશિયન ન્યૂઝ એજન્સી સ્પૂટનિક વચ્ચે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં થઈ પાર્ટનરશીપ

સમાચારોની દુનિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ WIONએ રશિયાની ન્યૂઝ એજન્સી સ્પૂટનિક સાથે પાર્ટનરશીપ કરી છે.

WION અને રશિયન ન્યૂઝ એજન્સી સ્પૂટનિક વચ્ચે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં થઈ પાર્ટનરશીપ

નવી દિલ્હી: સમાચારોની દુનિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ WIONએ રશિયાની ન્યૂઝ એજન્સી સ્પૂટનિક સાથે પાર્ટનરશીપ કરી છે. બંને વચ્ચે આ ભાગીદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના રશિયા પ્રવાસ દરમિયાન ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં થઈ. આ પરસ્પર ભાગીદારી રશિયન મીડિયા આઉટલેટ સ્પુટનિકની સંસ્થાપક રોસિયા સેગોદન્યા ઈન્ટરનેશનલ ઈન્ફોર્મેશન એજન્સી અને ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થઈ. રોસિયા સેગોદન્યા ઈન્ટરનેશનલ એજન્સી રશિયન સરકાર દ્વારા સંચાલિત ન્યૂઝ એજન્સી છે. બને વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક, ખેલ, રાજકીય અને માનવતાવાદી ઈવેન્ટ્સ સંબંધિત કન્ટેન્ટનું આદાન પ્રદાન થશે. 

સ્પૂટનિક અને WION સાથે મળીને ભારત અને રશિયા વચ્ચે ડિજિટલ અને બ્રોડકાસ્ટ સામગ્રીને ટેક્નોલોજી તરીકે વધારવા માટે પ્રતિબદ્ધ છે. બંને વચ્ચે જે કરાર  થયો છે તેના દ્વારા ભારત અને રશિયાના વિભિન્ન કમ્યુનિટીના વિચારો, સામંજસ્ય અને જાણકારીના આદાન પ્રદાનમાં મદદ મળશે. 

આ ભાગીદારી પર WIONના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ કહ્યું કે આ એક શાનદાર મિત્રતા છે. જે સમયની કસોટી અને ઈતિહાસની અનિશ્ચિતતાઓને અટકાવીને સંસ્કૃતિ, શિક્ષણ અને વિજ્ઞાનના માધ્યમથી પરસ્પર સન્માનને ગાઢ કરવાની મુસાફરી પર નીકળી છે. દ્વિપક્ષીય સહયોગનો આ નવો દોર દુનિયા માટે એક મોડલ બનવાનું વચન આપે છે અને એક જટિલ ભૂરાજનીતિક પરિદ્રશ્યમાં નરમ શક્તિના મહત્વને પ્રદર્શિત કરશે. 

જુઓ LIVE TV

સ્પૂટનિકના હેડ ઓફ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ વાસિલી પુશકોવે વ્લાદિવોસ્તોકમાં આ ભાગીદારી અંગે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારી ઈતિહાસમાં પણ ખુબ સશક્ત રહી છે અને અમારી વચ્ચે સામંજસ્ય આ ઉચ્ચ માપદંડને સ્પર્શશે. અમે આશા કરીએ છીએ કે અમે ઓડિયન્સની જરૂરિયાતોને પૂરી કરી શકીશું. WION ભારતની પહેલી એવી ન્યૂઝ ચેનલ છે જે વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણને રજુ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે જવાબદાર હોવાના નાતે WION લોકો સુધી ગુણવત્તાપૂર્વક સમાચારો પહોંચાડવામાં વિશ્વાસ ધરાવે છે. આ સાથે જ ભારત અને વિશ્વને પ્રભાવિત કરનારા વિચાર વિમર્શ પ્રત્યે દર્શકોની વચ્ચે જાણકારીનો દ્રષ્ટિકોણ ઉત્પન્ન કરે છે. ભારતની અગ્રણી ઈંગ્લિશ ન્યૂઝ ચેનલ WIONનો શુભારંભ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news