બજેટ 2019: મિડલ ક્લાસને રાહત આપવા આ 3 ટેક્સ તાકીદે હટાવવાની છે જરૂર, હટાવશે મોદી સરકાર?

મોટાભાગના લોકો આવક પર ટેક્સ બચાવવા માટે જાત જાતના જુગાડ અપનાવતા હોય છે. કલ્પના કરો કે જ્યારે  તમારે એ આવક પર ટેક્સ ભરવો પડે જે તમારે થઈ જ નથી કે કદાચ ક્યારેય થવાની નથી તો તમને કેવું લાગે? એક કે બે નહીં પરંતુ આવા અનેક મામલા છે જ્યાં આવું થઈ રહ્યું છે. કોઈ તર્કપૂર્ણ દલીલના અભાવમાં આ ટેક્સનું યોગ્ય આકલન કરવું પણ મુશ્કેલ બને છે. આવા જ 3 ટેક્સ પર નજર ફેરવીએ. 

બજેટ 2019: મિડલ ક્લાસને રાહત આપવા આ 3 ટેક્સ તાકીદે હટાવવાની છે જરૂર, હટાવશે મોદી સરકાર?

નવી દિલ્હી: મોટાભાગના લોકો આવક પર ટેક્સ બચાવવા માટે જાત જાતના જુગાડ અપનાવતા હોય છે. કલ્પના કરો કે જ્યારે  તમારે એ આવક પર ટેક્સ ભરવો પડે જે તમારે થઈ જ નથી કે કદાચ ક્યારેય થવાની નથી તો તમને કેવું લાગે? એક કે બે નહીં પરંતુ આવા અનેક મામલા છે જ્યાં આવું થઈ રહ્યું છે. કોઈ તર્કપૂર્ણ દલીલના અભાવમાં આ ટેક્સનું યોગ્ય આકલન કરવું પણ મુશ્કેલ બને છે. આવા જ 3 ટેક્સ પર નજર ફેરવીએ. 

1. ભાડે આપ્યા વગરના ઘરો પર લાગતા ટેક્સ
લોકોની આવક વધવા અને સરળતાથી હોમ લોન મળવાના કારણે અનેક મધ્યમવર્ગીય કરદાતાઓના એકથી વધુ ઘર ખરીદવા કે બનવા લાગ્યા છે. આવકવેરા કાયદા મુજબ જે લોકોની પાસે એક કરતા વધુ મકાન છે, તેમને તેમની પસંદના કોઈ એક મકાનને જ આવાસ ગણવાનું કહેવાય છે. આઈટી એક્ટ મુજબ તેમના માલિકી હકવાળા અન્ય મકાનોને ભાડા પર અપાયા હોવાનું મનાય છે. આ ઘરો પર બજાર દર પર ભાડાનું આકલન કરીને ટેક્સ વસૂલાય છે. પછી ભલે તે મકાન ખાલી હોય અને એક પણ રૂપિયો ભાડું ન આવતું હોય. 

આવું એટલા માટે  કારણ કે હાલના ટેક્સ કાયદા મુજબ મકાનમાંથી થઈ રહેલી કમાણીના આધાર પર નહીં પરંતુ મકાનની માલિકને કમાણી કરાવી આપવાની ક્ષમતાના આધારે ટેક્સનું આકલન કરવામાં આવે છે. આમ તો દુનિયાભરમાં સ્વિટ્ઝરલેન્ડ, આઈસલેન્ડ, સ્પેન અને બેલ્ઝિયમ જેવા કેટલાક દેશોમાં જ ખાલી પ્રોપર્ટીમાંથી પણ અંદાજે આવક પર ટેક્સ વસુલાય છે. રિયલ એસ્ટેટ સેક્ટરની મંદીને ધ્યાનમાં રાખીને જો આ ટેક્સ હટાવવામાં આવે તો સંભવિત હોમ બાયર્સ ઉત્સાહિત હશે અને તેનાથી સેક્ટરમાં ઉત્સાહ પાછો ફરી શકે છે. 

એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન પ્લાન્સ (ESOPs)નો ટાઈમિંગ
ESOPs ટેલેન્ટની કંપની જોઈન કરવા અને તેને લાંબા સમય સુધી જોડી રાખવાનું એક લોકપ્રિય સાધન છે. ગુણવાન કર્મચારીઓને મફતમાં એમ્પ્લોઈઝ સ્ટોક ઓપ્શન્સ પ્લાન્સ જારી કરવામાં આવે છે. પરંતુ રોમિંગ વખતે તેના પર ટેક્સ લાગે છે. તેના પર ટેક્સની ગણતરી ઉચિત બજાર મૂલ્ય અને એમ્પ્લોઈ દ્વારા ચૂકવવામાં આવેલી રકમના આધાર પર કરવામાં આવે છે જો કે આ એમ્પ્લોઈ પોતાના શેર ન વેચે તો ESOPsથી કાલ્પનિક કમાણીને જ ધ્યાનમાં રખાય છે. આવામાં મામલો ત્યારે પેચીદો બને છે જ્યારે ESOPsના વેચાણ પર લોક ઈન પિરિયડની શરતો લદાય છે અથવા તો ESOPs જારી કરનારી કંપની શેર માર્કેટમાં  લિસ્ટેડ હોતી નથી. આવામાં કર્મચારીને તેની કાલ્પનિક આવક પર ટેક્સ આપવો પડે છે. જો કે સરકાર સ્ટાર્ટ અપ સેક્ટર માટે મદદરૂપ માહોલ તૈયાર કરવા પર ભાર આપી રહી છે તો આ વખતે બજેટમાં ESOPsથી થયેલી કમાણી પર ટેક્સ લાગવાના ટાઈમિંગમાં ફેરફાર થઈ શકે છે. ત્યારે શેરોના વેચાણ અને તેના કર્મચારીના વાસ્તવમાં થયેલી આવક પર ટેક્સ લગાવવામાં આવશે. 

અપ્રુવ્ડ સુપરએન્યુએશન ફંડ પર ડબલ ટેક્સ
1.5 લાખ રૂપિયાના વધારાના અપ્રુવ્ડ સુપરએન્યુએશન ફંડમાં કર્મચારી દ્વારા જમા કરાયેલી રકમ પર ટેક્સ વસૂલાય છે. સુપરએન્યુએશન બેનિફિટ્સ ત્યારે મળે છે જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે. નોંધનીય છે કે મોટાભાગના મામલાઓમાં રિટાયરમેન્ટની ઉંમર 58 વર્ષ છે. યોગ્ય એ જ રહેશે કે કર્મચારી દ્વારા જમા કરાયેલી રકમ પર કોઈ પણ શરત વગર ટેક્સ લાગવો જોઈએ નહીં. કારણ કે હાલની જોગવાઈ મુજબ રિટાયરમેન્ટ અગાઉ ફંડનો ઉપાડ કે પેન્શન ફંડની નિકાસ પર ડબલ ટેક્સ લાગતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news