9 વર્ષ પહેલાં ઉગાડ્યા હતા સફેદ ચંદનના એક હજાર છોડ, હવે થશે 30 કરોડની કમાણી
ગુજરાતના ઘણા ખેડૂતો તેની ખેતી કરે છે. ચંદનની માંગ ત્રણ સો ટકા છે અને દેશમાં ચંદનનું 30 ટકા ઉત્પાદન થાય છે. ચંદનની ખેતીની શરૂઆત 2010-2011માં અલ્કેશભાઇ પટેલે ગુજરાતના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કાંટાસાયણ ગામથી કરી હતી.
Trending Photos
ભરત ચુડાસ્મા, નિર્મલ ત્રિવેદી, અમદાવાદ: ગુજરાતના ઘણા ખેડૂતો તેની ખેતી કરે છે. ચંદનની માંગ ત્રણ સો ટકા છે અને દેશમાં ચંદનનું 30 ટકા ઉત્પાદન થાય છે. ચંદનની ખેતીની શરૂઆત 2010-2011માં અલ્કેશભાઇ પટેલે ગુજરાતના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કાંટાસાયણ ગામથી કરી હતી. સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ઇશ્વરસિંહ પટેલે પણ વનવિભાગથી ચંદનના છોડ અલ્કેશભાઇ માટે મંગવાકર સફેદ ચંદનની ખેતી શરૂ કરાવી. આજથી 9 વર્ષ પહેલાં અલ્કેશભાઇએ સફેદ ચંદનના છોડ એક મોટા વૃક્ષ બની ગયા છે. લગભગ બે એકર જમીનમાં અલ્કેશભાઇએ એક હજારથી વધુ છોડ રોપીને ચંદનની ખેતી શરૂ કરી હતી. જે હવે આગામી વર્ષ બાદ અલ્કેશભાઇને 30 કરોડ રૂપિયા કમાઇને આપશે.
વર્ષ 2003માં, ગુજરાત રાજ્યમાં નરેંદ્ર મોદી સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. 2003માં ડાંગ જિલ્લાને છોડીને ચંદનની ખેતી રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતો કરી શકે છે. ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ આ નિર્ણયને વિધાનસભામાં કાયદો બનાવીને મંજૂરી કરી દીધો હતો. દરેક ખેડૂત ચંદનની ખેતી પોતાની જમનીના સર્વે નંબરમાં કરી શકે છે. ચંદનના એક વૃક્ષને બજારમાં વેચતાં સરકાર રોયલ્ટી એક ઝાડ મુજબ ખેડતને 200 રૂપિયા રોયલ્ટી આપવી પડશે. તે સમયે જ્યારે નરેંદ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે સૌથી સારું ઉદાહરણ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કાંટાસાયણ ગામના અલ્કેશભાઇ પટેલને જોઇને લગાવી શકાય છે.
શરૂઆતમાં આવી ઘણી સમસ્યાઓ
જ્યારે અલ્કેશ પટેલે ખેતી શરૂ કરી તો ઘણી સમસ્યાઓ આવી હતી. માટીમાં ક્ષાર વધુ હોવાના કારને તેમણે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ઇશ્વરસિંહ પટેલને વાત કરી. તેમણે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીને બોલાવીને ચંદનની ખેતી કેવી રીતે કઇ શકાય? તેની જાણકારી આપવામાં તેમની મદદ કરી. જેથી અલ્કેશભાઇ પોતાના ખેતરમાં લાગેલા એક હજાર ચંદના ઝાડની દેખભાળ કરવા લાગ્યા. છોડને પથરાળ અને સુકી માટીમાં પણ લગાવી શકાય છે. ચંદનના ઝાડ ઓછા પાણીમાં પણ મોટા થઇ જાય છે.
આજથી નવ વર્ષ બાદ, અલ્કેશભાઇ પટેલે 15 થી 20 ફૂટ ઉંચા ચંદનના ઝાડ જોઇને રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેંદ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો કારણ કે એક ચંદનનું ઝાડ હવે આગામી 5 થી 6 વર્ષ બાદ તેમને ત્રણ લાખ રૂપિયા આપશે. આગામી 6 વર્ષ બાદ અલ્કેશભાઇ આ એક હજાર સફેદ ચંદનના ઝાડ દ્વારા 30 કરોડ રૂપિયા કમાશે.
ચંદનના ઝાડ સાથે તેમણે આ તેને પોષણ કરનાર અન્ય ઝાડ પણ લગાવ્યા છે. જેના માધ્યમથી ચંદનના ઝાડ ને પોષણ મેળવી શકાય છે. આ પહેલાં પાંચ વર્ષમાં ખેડૂત પોતાના ખેતરમાં ચંદનની ખેતી સાથે-સાથે અન્ય પાક પણ લે છે. ત્યારબાદ ચંદનના ઝાડના ઉગતાં ખેડૂત તેને બંધ કરી દે છે. પરંતુ 15 વર્ષની તપસ્યા બાદ, આંતરરાષ્ટ્રીય બજારોમાં આ સફેદ ચંદનને વેચીને ગુજરાતનો આ ખેડૂત કરોડપતિ બની જશે. અલ્કેશભાઇના પડોશી ખેડૂતોએ પણ તેમની સાથે મળીને પોતાના ખેતરમાં ચંદનની ખેતી શરૂ કરી.
દક્ષિણ ગુજરાતના ઘણા ખેડૂતોએ અલ્કેશભાઇના નિર્દેશનમાં ચંદનની ખેતી શરૂ કરી. હાલમાં ગુજરાતમાં લગભગ પાંચ હજાર ખેડૂતો ચંદનની ખેતી કરી શકે છે. ચંદનની ખેતી કરી રહેલા પાંચ હજાર ખેડૂતોએ પોતાનો સંઘ બનાવ્યો છે અને કર્ણાટક સરકાર સાથે MOU કરવાની તૈયારી પણ કરી લીધી છે. જેના માધ્યમથી તે સીધા કર્ણાટક સરકારને પોતાના ચંદન વેચીને કરોડો કમાઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે