બીનની ધૂન સાંભળીને નાચવા કેમ લાગે છે સાપ? જાણો સાપ સાથે જોડાયેલી આ સૌથી મોટી વાતનું સત્ય

બીનની ધૂન સાંભળીને નાચવા કેમ લાગે છે સાપ? જાણો સાપ સાથે જોડાયેલી આ સૌથી મોટી વાતનું સત્ય

નવી દિલ્લીઃ સાપ અંગે આપણાં સમાજમાં ઘણી બધી માન્યતાઓ અને ગેરસમજણ પ્રવર્તમાન છે. ત્યારે આ આર્ટિકલમાં કેટલીક એવી બાબતો જણાવવામાં આવી છે જે જાણ્યા બાદ તમે સાચી હકીકત જાણી જશો. બીનની ધૂન સાંભળીને નાચવા કેમ લાગે છે સાપ? જાણો સાપ સાથે જોડાયેલી આ સૌથી મોટી વાતનું સત્ય
સાપ વિશે એવી ઘણી બધી વાતો ફેમસ છે, જે માત્ર ફિલ્મી છે, પરંતુ લોકો તેને સાચી માની લે છે. આવો જાણીએ સાપ સાથે જોડાયેલા એવા તથ્યો વિશે, જેના વિશે સામાન્ય માન્યતા થોડી અલગ છે. સાપની દુનિયા લોકો માટે માત્ર ડરામણી જ નથી પણ રહસ્યમય પણ રહી છે. સાપ વિશે એવી ઘણી બધી વાતો ફેમસ છે, જે માત્ર ફિલ્મી છે, પરંતુ લોકો તેને સાચી માની લે છે. આવો જાણીએ સાપ સાથે જોડાયેલા આવા તથ્યો વિશે, જેના વિશે સામાન્ય માન્યતા થોડી અલગ છે..સાપ નૃત્ય કરતા નથી-
તમને જણાવી દઈએ કે સાપ સાંભળી શકતા નથી. તમે એ પણ જોયું હશે કે સાપના શરીર પર ક્યાંય પણ કાન નથી. વાસ્તવમાં, સાપના મદારી બીન વગાળે અને તેની ધૂન પર સાપ નાચે એવું ક્યારેય થતું નથી. મદારી બીનની અવાજની સાથે પોતાનું શરીર હલાવે છે જેથી જોઈને એમ લાગે છે કે સાપ નાચી રહ્યો છે પરંતુ તેવું નથી હોતું આ સાપના શરીરના સામન્ય ક્રિયા છે.ફેણ બહાર કાઢવી સાપના શરીરની સામન્ય ક્રિયા-
તમે અવારનવાર જોયું હશે કે સાપ મદારીની બીન પર કાચના ટૂરડા ચોટાડેલા હશે. આ કાચના ટૂકડા લગાવા પાછળનું કારણે એ છે કે, જ્યારે આ ટૂકડા પર તડકો પડે છે ત્યારે આ કાચના ટૂકડા ચમકે છે.જેના સાપ એક્ટિવ થઈ જાય છે.વચ્ચેની ધૂન નથી સાંભળી શકતા સાપ-
જ્યારે મદારી બીન વગાળીને હલતા હલતા અવાજ નીકાળી રહ્યો હોય છે ત્યારે બીન પર લગાવેલા કાચ પર પડતા પ્રકાશની ચમકના કારણે સાપનું ધ્યાન તે તરફ આકર્ષિત થાય છે અને સાપ મદારીની ચાલનું અનુકરણ કરે છે જેથી આપણને એ ભ્રમ થાય છે કે સાપ મદારીના બીનની ધૂન પર નાચી રહ્યો છે.ચામડી પરથી પરિસ્થિતિનો મેળવે છે અંદાજ-
ખરેખરમાં સાપ કાનને બદલે તેની ચામડીનો ઉપયોગ કરે છે. તે તેની ત્વચા પર પડતા તરંગોથી તેની આસપાસની કોઈપણ પ્રવૃતિનો અંદાજ મેળવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news