Viral Video: અત્યંત ચોંકાવનારી ઘટના, આકાશમાં ઉડતું હતું પક્ષીઓનું ઝૂંડ, અચાનક ટપોટપ જમીન પર પડ્યા

આ એક હચમચાવી નાખતો વીડિયો છે. જેને જોઈને હાજા ગગડી જાય. આકાશમાં ઉડી રહેલા પક્ષીઓના ઝૂંડમાંથી પક્ષીઓ અચાનક ટપોટપ જમીન પર પડે છે અને અનેક પક્ષીઓ મોતને ભેટે છે. 

Viral Video: અત્યંત ચોંકાવનારી ઘટના, આકાશમાં ઉડતું હતું પક્ષીઓનું ઝૂંડ, અચાનક ટપોટપ જમીન પર પડ્યા

ઉત્તર અમેરિકાથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેણે આ વીડિયો જોયો તે સ્તબ્ધ થઈ ગયા. મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં ઉડી રહેલા પક્ષીઓનું એક ઝૂંડ અચાનક ટપોટપ જમીન પર પડ્યા. રિપોર્ટ્સ મુજબ આ ઝૂંડમાં સેંકડો પીળા માથાવાાળા બ્લેક બર્ડ્સ સામેલ હોવાનું કહેવાય છે. ટપોટપ ખરી પડેલા પક્ષીઓમાંથી અનેકના મોત પણ થઈ ગયા. આ ઘટના 7 ફેબ્રુઆરીની હોવાનું કહેવાય છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ ઘટના બદલ પોલ્યૂશન, 5જી ટેક્નોલોજી અને વીજળીના તારને જવાબદાર ઠેરવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બર્ડ એક્સપર્ટ્સ જણાવે છે કે આ ઘટનાનું એક કારણ એ પણ હોઈ શકે છે  કે પેરેગ્રીન કે બાજ જેવા કોઈ મોટા પક્ષીએ તેમનો શિકાર કરવાની કોશિશ કરી હોય, એટલે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર પડ્યા હોય. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2022

તાજેતરમાં જ જોવા મળી હતી આવી ઘટના
પેમ્બ્રોકશાયર- વેલ્સમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તામાં  આવી જ એક ઘટના ઘટી હતી. જ્યાં વોલ્સના રસ્તા પર અનેક પક્ષીઓ મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. લગભગ 200થી વધુ પક્ષીઓ રસ્તા પર મૃતપાય અવસ્થામાં જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે આવું કઈ રીતે બન્યું તે અંગે કોઈ કારણ સામે આવ્યું નહતું. 

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ વેલ્સના પેમ્બ્રોકશાયરમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર બનેલી આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા. લોકોના જણાવ્યાં મુજબ તેમણે જોયું કે વેલ્સમાં રસ્તા પર અનેક પક્ષીઓ મૃત અવસ્થામાં પડ્યા છે. કેટલાક લોકોએ એવો દાવો કર્યો કે નજીકના ડ્રેગન LNG ગેસ કંપનીના પ્લાન્ટમાં લીક થવાને કારણે આવું થયું છે પરંતુ વેલ્સ ઓનલાઈનના અહેવાલ મુજબ દરેક જણ સહમત નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news