દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા ઉખડી રહ્યાં છે? જાણો દુર્ગતિના પાંચ મહત્વના કારણ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા શું ઉખડવા માંડ્યા છે? આ સવાલ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ સતત ઉઠી રહ્યાં છે.

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા ઉખડી રહ્યાં છે? જાણો દુર્ગતિના પાંચ મહત્વના કારણ

નવી દિલ્હી: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના મૂળિયા શું ઉખડવા માંડ્યા છે? આ સવાલ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ સતત ઉઠી રહ્યાં છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ બુદ્ધિજીવી વર્ગ કોઈ પણ ખચકાટ વગર આ સવાલનો જવાબ હામાં આપી રહ્યાં છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને બાદ કરતા વર્ષ 2014 બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને બહુ ભાગ્યે જશ્ન મનાવવાની તક મળી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની એવી દુર્ગતિ થઈ કે રાહુલ ગાંધી પોતે અમેઠીમાંથી ચૂંટણી હાર્યાં. હવે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સામે લડવાની જગ્યાએ અંદરોઅંદર લડી રહ્યાં છે. હરિયાણામાં અશોક તંવર જેવા કદાવર નેતાએ ચૂંટણી સમયે જ પાર્ટી છોડી દીધી, આ બાજુ મહારાષ્ટ્રમાં સંજય નિરૂપમ જેવા નેતાએ પ્રચાર કરવાની ના પાડી દીધી છે. આ બધા વચ્ચે મીડિયામાં સતત અહેવાલો છે કે કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ  ગઈ છે. એક રાહુલની કોંગ્રેસ અને બીજી સોનિયાની કોંગ્રેસ. એટલે સ્પષ્ટ છે કે પાર્ટીમાં જૂના અને નવા નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. 

આ બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે રાહુલે અધ્યક્ષ પદ પર રહેવું જોઈતું હતું. ખુર્શીદે કહ્યું કે અમારો આગ્રહ હોવા છતાં રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધુ. અનેક લોકોએ તેમને અધ્યક્ષ પદે રહેવાનો આગ્રહ કર્યો પરંતુ તેમણે પદ છોડી દીધુ. તે તેમને નિર્ણય હતો અને આપણે તેનો આદર કરવો જોઈએ. અત્રે તમને જણાવવાનું કે લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. છેલ્લા ચાર માસમાં કોંગ્રેસ કોઈ નવા અધ્યક્ષને શોધી શકી નથી. મજબુરીમાં સોનિયા ગાંધીએ જ પાર્ટીની કમાન સંભાળી છે. જાણકારો માને છે કે કોંગ્રેસ  દુર્ગતિના દોરમાં છે. આવામાં દેશના મતદારોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે આ પાર્ટી આ સ્તરે કઈ રીતે  પહોંચી. આવો આપણે તેને વિસ્તૃત રીતે જાણીએ. 

કોંગ્રેસ ડૂબવાના પાંચ કારણ..

1. મુસ્લિમ તૃષ્ટિકરણ: વોટબેંકની ચિંતામાં કોંગ્રેસે ત્રિપલ તલાક જેવી સામાજિક  કુરિતિનો વિરોધ કર્યો. 

2. હિન્દુત્વનો વિરોધ: એક ખાસ વર્ગમાં લોકપ્રિય બની રહેવા માટે ભવા આતંકની થીયરી લઈને કોંગ્રેસ આવી ગઈ અને અયોધ્યામાં બાબરી મસ્જિદ વિરુદ્ધ રામજન્મભૂમિ કેસમાં જલદી નિર્ણયની પ્રક્રિયામાં અડિંગો જમાવ્યો. 

3. રાષ્ટ્રવિરોધી છબી: કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીર તથા કલમ 370 પર પાકિસ્તાન જેવી સોચ દર્શાવી. 

4. સેના પર સવાલ: કોંગ્રેસ રાજનીતિક વિરોધમાં સેનાના શૌર્યની કહાની સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ઊભા કરતા પણ ન કતરાઈ. 

5. દેશનું અપમાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો કરતા કરતા કોંગ્રેસના નેતાઓ ક્યારે ભારત વિરોધી વાતો કરવા લાગ્યા તે તેમને ખબર ન પડી. 

આંકડામાં કોંગ્રેસની સ્થિતિ

1. હાલ કોંગ્રેસના લોકસભામાં માત્ર 52 સાંસદો છે. 
2. સતત બીજીવાર વિપક્ષનો દરજ્જો નથી મળ્યો. 
3. રાજ્યસભામાં માત્ર 46 સભ્યો છે. 
4. 5 જ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. 
5. 68 વર્ષમાં વોટ શેર 25 ટકા ઘટ્યો.
6. પહેલીવાર નેતૃત્વનો આટલું મોટું સંકટ ઊભુ થયું છે. 
7. ગાંધી પરિવાર સિવાયનું નેતૃત્વ નથી. 

જુઓ LIVE TV

પાર્ટી પર એક જ પરિવારનું વર્ચસ્વ, ત્યાંથી બન્યા અધ્યક્ષ

મોતીલાલ નહેરું- 2 વર્ષ
જવાહરલાલ નહેરુ- 6 વર્ષ
ઈન્દિરા ગાંધી- 8 વર્ષ
રાજીવ ગાંધી - 7 વર્ષ
સોનિયા ગાંધી- 19 વર્ષ
રાહુલ ગાંધી- 2 વર્ષ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેવી રીતે ડૂબી કોંગ્રેસ

  • માર્ચ 2004માં રાહુલ ગાંધીનો રાજકારણમાં પ્રવેશ
  • 24 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના મહાસચિવ નિયુક્ત થયાં
  • 2013માં કદ વધ્યું અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યાં
  • 16 ડિસેમ્બર 2017ના રોજ કોંગ્રેસના અધ્યક્ષ જાહેર
  • 2013થી 2019 સુધી કોંગ્રેસનું ચૂંટણી નેતૃત્વ સંભાળ્યું
  • રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે કુલ 42 ચૂંટણી લડી
  • 35 ચૂંટણીમાં કોંગ્રેસ હારી અને ફક્ત 8 ચૂંટણીમાં તે જીતી
  • સંસદમાં કોંગ્રેસના સભ્યો પહેલીવાર સૌથી ઓછા ચૂંટાઈ આવ્યાં
  • રાહુલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસમાં યુવા નેતૃત્વ ઉભરી આવ્યું નહીં
  • રાજ્યોની કમાન વડીલ નેતાઓને જ સોંપવી પડી. 

રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ નેતા?

2014: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 44  બેઠકો પર સમેટાઈ ગઈ. પાર્ટીના નેતાઓ અને  કાર્યકરો પોતાને સંભાળી શકતા નહતાં. પરંતુ રાહુલ ગાંધી જૂનમાં વિદેશ જતા રહ્યાં. 

2015: બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવ, નીતિશકુમાર કોંગ્રેસને સાથે રાખીને ભાજપ સામે લડી રહ્યાં હતાં ત્યારે પણ રાહુલ ગાંધી અમેરિકા જતા રહ્યાં હતાં. 

2016: નવેમ્બરમાં નોટબંધી થયા બાદ કોંગ્રેસ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી હતી ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં હતાં. 

2018: ત્રિપુરા, મેઘાલયની ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. આ હારની ઘડીમાં પણ કાર્યકર્તાઓનું મનોબળ વધારવાની જગ્યાએ રાહુલ ગાંધી રજાઓ ગાળવા ઈટલી જતા રહ્યાં હતાં. 

2019: જુલાઈમાં રાહુલ ગાંધીએ અચાનક અધ્યક્ષ પદ છોડ્યા બાદ પાર્ટી જ્યારે નવા અધ્યક્ષની શોધમાં હતી ત્યારે પણ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે જતા રહ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news