લોકસભા સ્પીકરે વિપક્ષ સાંસદને ચોપડાવ્યું, મારા સ્ટાફને હાથ ના લગાવશો
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સદનમાં હોબાળો કરી રહેલા વિપક્ષનાં સભ્યોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, સંસદનાં કોઇ પણ સ્ટાફને હાથ ન લગાવશો
Trending Photos
નવી દિલ્હી : લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સદનમાં હોબાળો કરી રહેલા વિપક્ષનાં સાંસદોને ચેતવણી આપતા કહ્યું કે, તમને સંસદનાં કોઇ પણ સ્ટાફને હાથ ન લગાવશે. તેમની ટિપ્પણી તે સમયે આવી જ્યારે કોંગ્રેસ, ટીએમસી અને ડીએમકે સાંસદ પ્રશ્નકાળ દરમિયાન હોબાળો કરતા વેલમાં આવી ગયા હતા. હોબાળો કરનારા સાંસદ કર્ણાટકની સ્થિતી અંગે ચર્ચા કરવા માંગતા હતા પરંતુ સ્પીકરે તેનો ઇન્કાર કરી દીધો. જેના કારણે વિપક્ષના સાંસદ નારાજ થઇ ગયા.
સ્વતંત્રતા દિવસના ભાષણ માટે PM મોદીએ મુદ્દા આપવા માટે જનતાને કરી અપીલ
સ્પીકરે નારાજ સાંસદોને પરત પોતાની સીટ પર બેસવા અને પ્રશ્નકાળ ચાલુ રાખવાની અપીલ કરી પરંતુ વિપક્ષના સાંસદ અમને ન્યાય આપો અને સરમુખત્યારશાહી નહી ચાલે જેવા નારા લગાવવા લાગ્યા હતા. જે અંગે સ્પીકરે કહ્યું કે, તમારા બધાએ નિર્ણય લીધો હતો કે રાજ્યસભા સંબઁધિત મુદ્દાની ચર્ચા સદનમાં કરી શકાય નહી. આ એક રાજ્ય વિશેષનો મુદ્દો છે અને સંવૈધાનિક પદ સંબંધિત છે.
કર્ણાટક: રાજ્યપાલે મુખ્યમંત્રીને ફરીથી લખ્યો પત્ર, કહ્યું- 'સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરો'
થોડા સમય બાદ સ્પીકરે ફરીથી પ્રશ્નકાળની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મે તમને આ મુદ્દો બે વાર ઉઠાવવાની પરવાનગી આપી છે. તેમ છતા હું તમને સદનમાં પેપર મુકાયા બાદ શુન્યકાળ દરમિયાન બોલવા માટેની તક આપીશ. બિરલાએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધીની તરફ ઇશારો કર્યો જેમણે ગત્ત સપ્તાહ આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સ્પીકરે આશ્વાસન બાદ વિપક્ષનાં સાંસદો પરત પોતાની સીટ પર જતા રહ્યા અને પ્રશ્નકાળની કાર્યવાહી આગળ ચાલી.
કર્ણાટક વિધાનસભામાં કાળો જાદુ? મુખ્યમંત્રીના ભાઈ લીંબુ લઈને આવ્યાં
કર્ણાટક મુદ્દે વિપક્ષે લોકસભાનો બહિષ્કાર કર્યો
કર્ણાટક સંકટ મુદ્દે કોંગ્રેસ, ડીએમકે તથા ટીએમસી સહિત વિપક્ષે શુક્રવારે લોકસભામાં બોયકોટ કર્યું. વિપક્ષે ભાજપ પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શુન્યકાળ દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આ મુદ્દે ખુબ જ ઓછા સમય માટે બોલવાની પરવાનગી આપી હતી, આ અંગે સાંસદ એકત્ર થયા અને બોયકોટ કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે