Bangladesh યાત્રાનો બીજો દિવસ: Kali Temple પહોંચ્યા PM મોદી, ઘણા કરાર પર હસ્તાક્ષરની આશા

પીએમ મોદી આજે યશોરેશ્વરી કાલી મંદિર સાથે જ ઓરાકાંડીના મતુઆ સમુદાય (Hindu Matua Community) ના મંદિર પણ જશે. ઓરાકાંડી તે જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો.

Bangladesh યાત્રાનો બીજો દિવસ: Kali Temple પહોંચ્યા PM મોદી, ઘણા કરાર પર હસ્તાક્ષરની આશા

ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બાંગ્લાદેશ (Bangladesh) ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali Temple) માં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છે. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિ પીઠોમાંથી એક છે. ત્યારબાદ તે ગોપાલગંજ જિલ્લાના તુંગીપારામાં સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહમાન (Bangabandhu Sheikh Mujibur Rahman) ની સમાધિ પર જશે. પ્રધાનમંત્રીને બે દિવસીય યાત્રાનો પહેલો દિવસ વ્યસ્ત રહ્યો હતો.  

આજે પીએમ મોદીના બાંગ્લાદેશમાં બીજો અને અંતિમ દિવસ છે. પહેલો દિવસ કૂટનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતો આજનો દિવસ રાજકિય સંદેશ ભરેલો રહ્યો છે.  

જોકે પીએમ મોદી સૌથી પહેલાં યશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા અર્ચના કર્યા બાદ કહ્યું કે મને મા કાલીના ચરણમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે કોરોના વાયરસના ખતરામાંથી બહાર નિકળવા માટે પ્રાર્થના કરી. પીએમ મોદીએ કહ્યું કે મા કાલીના આ મંદિરમાં બંને દેશના શ્રદ્ધાળુ આવે છે. મંદિર પરિસરમાં કોમ્યુનિટી હોલની જરૂર છે. ભારત તેના નિર્માણની જવાબદારી ભજવશે. 

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મા કાલી માટે અહીં મેળો ભરાય છે તો બંને દેશોના ભક્તો અહીં આવે છે. એક સામુદાયિક હોલની જરૂર છે. જે બહુઉદેશ્યીય હોવો જોઇએ જેથી જ્યારે લોકો કાલી પૂજા દરમિયાન અહી આવે, તો તેમના માટે ઉપયોગી થાય. આ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે પણ ઉપયોગી થવું જોઇએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે, આ ચક્રવાત જેવી કુદરતી આપત્તિ વખતે તમામ માટે એક આશ્રયના રૂપમાં કાર્ય કરવું જોઇએ. ભારત સરકાર તેનું નિર્માણ કરશે. હું બાંગ્લાદેશની સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે તેના માટે અમને શુભેચ્છાઓ આપી છે. 

— ANI (@ANI) March 27, 2021

 

Museum નું કરશે ઉદઘાટન
પીએમ મોદી આજે યશોરેશ્વરી કાલી મંદિર સાથે જ ઓરાકાંડીના મતુઆ સમુદાય (Hindu Matua Community) ના મંદિર પણ જશે. ઓરાકાંડી તે જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. તમને જણાવી દઇએ કે મતુઆ સમુદાય બંગાળ ચૂંટણીમાં મતોની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાનની સમાધિ પર જશે. તે આમ કરનાર પ્રથમ ભારતીય નેતા છે. ત્યારબાદ પીએમ બંગબંધુ-બાપૂ મ્યુઝિયમનું ઉદઘાટન કરશે. 

Sheikh Hasina સાથે થશે મુલાકાત
પીએમ મોદી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના (Sheikh Hasina) સાથે વાતચીત પણ કરશે. આ દરમિયાન બંનેની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ મોમિનએ પીએમ મોદીના પ્રવાસ પહેલાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઓછામાં ઓછા પાંચ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. શનિવારે સાંજે દિલ્હી પરત ફરતાં પહેલાં પીએમ મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપ્તિ અબ્દુલ હમીદ સાથે પણ મુલાકાત કરશે. 

પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

10:05 AM - યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરશે પ્રધાનમંત્રી મોદી
11:30-11:50 AM- બંગબંધુની સમાધિ પર માળા અર્પણ કરશે પીએમ 
12:20-13:00 PM - ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરના દર્શન 
16:00-17:50 PM -  બાંગ્લાદેશના પીએમ સાથે મુલાકાત, કરાર પર હસ્તાક્ષરની આશા 
18:10-18:40 PM - બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
19:10 PM - દિલ્હી પરત થવા માટે રવાના થશે પીએમ મોદી 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news