જાણો કોણ છે બોરોમા? જેના ચરણ સ્પર્શ કરીને વડાપ્રધાન મોદીએ લીધા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દલિત સમુદાય ઓલ ઇન્ડિયા મતુઆ મહાસંઘના કુળદેવી બીનાપાણી દેવી સાથે મુલાકાત કરી

જાણો કોણ છે બોરોમા? જેના ચરણ સ્પર્શ કરીને વડાપ્રધાન મોદીએ લીધા આશીર્વાદ

કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દલિત સમુદાય ઓલ ઇન્ડિયા મતુઆ મહાસંઘની કુલદેવી બીનાપાણી દેવી સાથે મુલાકાત કરી. બીનાપાણીને રાજ્યમાં એક મોટા તબક્કાનાં પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવે છે. મોદી કોલકાતા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ભારતીય વાયુસેના (IAF)ના હેલિકોપ્ટરથી કોલકાતાથી 67 કિલોમીટર દુર આવેલ ઠાકુરનગર ગયા. આ ગામ બાંગ્લાદેશની સીમા નજીક આવેલું છે. 

— ANI (@ANI) February 2, 2019

વડાપ્રધાને મતુઆ મુખ્યમથક ખાતે નટ મંદિરમાં પુજા કરી અને ત્યાર બાદ બોરોમા બીનાપણિ દેવીની મુલાકાત કરી હતી. મોદી-મોદી, જય શ્રીરામ અને જય બોરોમાના નારા વચ્ચે મોદીએ તેમના આશિર્વાદ માંગ્યા હતા. ત્યાર બાદ મોદીએ સમુદાય દ્વારા આયોજીત જનસભાને સંબોધિત કરી હતી. મહાસંઘના મહાસભાપતિઓમાંથી એક મંજુલ કૃષ્ણા ઠાકુરના પુત્ર શાંતનુ ઠાકુર અને અન્ય નેતાઓએ મતુઆ પરંપરા અનુસાર વડાપ્રધાનને શોલ, માલા અને સ્મૃતિ ચિન્હ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. 
સમુદાયને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ઠાકુરનગરની માટીને પવિત્ર ગણાવ્યા. ત્યાર બાદ તેમણે મતુઆ સમુદાયના દિવંગત નેતા ઠાકુર ગુરચંદ અને હરિચંદનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને ઠાકુરનગરને હરિચંદ ઠાકુર દ્વારા ચાલુ કરવામાં આવેલ સામાજિક આંદોલનનાં સાક્ષી ગણાવ્યા. 

વડાપ્રધાને કહ્યું કે, મને બરોમાં અને હરિચંદ ઠાકુરના વંશજોની સાથે હોવા અંગે ગર્વ છે. હું ઠાકુરનગરની આ તમામ મહાન હસ્તીઓને પોતાની શ્રદ્ધાંજલી અર્પિત કરુ છું. મતુઆ સમુદાય મુખ્ય રીતે બાંગ્લાદેશથી આવેલા નાની જાતીનાં હિંદુ શરણાર્થી છે અને તેને લગભગ 70 લાખની જનસંખ્યા સાથે બંગાળનો બીજો સૌથી પ્રભાવશાળી અનુસૂચિત જનજાતી સમુદાય માનવામાં આવે છે. બનગાંવ લોકસભા વિસ્તારમાં 50 ટકાથી વધારે મતુઆ સમુદાયનાં લોકો છે. જો કે પ્રદેશનાં અલગ અલગ દક્ષિણી જિલ્લાઓમાં આ સમુદાયની વસ્તી લગભગ 1 કરોડ છે. જે પ્રદેશની 294 વિધાનસભા સીટોમાંથી ઓછામાં ઓછી 74 સીટો પર નિર્ણાયક ભુમિકા નિભાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news