પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીઃ એક સપ્તાહ બાદ સુપ્રીમ પોતાનો ચૂકાદો આપી શકે છે
કોર્ટે જણાવ્યું કે, તે એક સપ્તાહમાં આદેશ આપશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમે રાજ્ય ચૂંટણી પંચને પુછ્યું હતું કે, 16000 બેઠક પર જ્યારે ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા તો શું પંચે તપાસ કરી હતી કે લોકોને નામાંકન ભરતાં અટકવાયા હતા? નિષ્પક્ષ ચૂંટણી કરાવવી તમારી બંધારણીય જવાબદારી છે
Trending Photos
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં 34 ટકા બેઠક પર ટીએમસીનાં ઉમેવાદોરના નિર્વિરોધ વિજય અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે તમામ પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. કોર્ટે જણાવ્યું કે, તે એક સપ્તાહના અંદર આદેશ આપશે.
હકીકતમાં છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને પુછ્યું હતું કે, જ્યારે 16000 બેઠકો પર ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા તો શું પંચે એ તપાસ કરી હતી કે લોકોને નામાંકન ભરતા રોકવામાં આવ્યા છે કે નહીં? આમ કરવાની તમારી ફરજ છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવી તમારી બંધારણીય જવાબદારી છે.
પંચે જણાવ્યું હતું કે, અમારી પાસે જે કોઈ ફરિયાદો આવી હતી તેના પર અમે કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 33% સીટ પર ઉમેદવારોનું નિર્વિરોધ ચૂંટાઈ આવવું અસામાન્ય બાબત નથી. ઉત્તરપ્રદેશમાં 57% અને હરિયાણામાં 51% પંચાયતની બેઠકો પર ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા હતા.
રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 50%થી વધુ બેઠક પર નિર્વિરોધ ચૂંટણી થઈ ચૂકી છે. બંગાળમાં અમારી સમક્ષ આવેલી ફરિયાદો પર અમે કાર્યવાહી કરી હતી. પશ્ચિમ બંગાળ સરકારે ભાજપ, સીપીએમ, કોંગ્રેસની અરજીઓ ફગાવી દેવાની માગ કરતા જણાવ્યું હતું કે, આ ઉમેદવાર ભય કે મુશ્કેલીને કારણે કોર્ટમાં પહોંચ્યા નથી. પક્ષો રાજકારણ રમી રહ્યા છે. તેમની અરજીને કારણે રાજ્યમાં ગ્રામસભાઓની રચના અટકેલી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, કેટલીક બેઠકો પર કોઈ અન્ય ઉમેદવાર દ્વારા ઊભા ન રહેવું કે ચૂંટણી લડ્યા વગર નિર્વિરોધ ચૂંટણી થઈ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ બાબત ખુબ જ આશ્ચર્યજનક છે કે હજારોની સંખ્યામાં બેઠકો પર લોકો નિર્વિરોધ ચૂંટાઈ રહ્યા છે. સુપ્રીમે વધુમાં કહ્યું હતું કે, બિહરમ, બાંકુરા, મુર્શિદાબાદ અને પૂર્વ બર્ધમાનમાં સૌથી વધુ બેઠકો પર ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે