Times Now-VMRનો દાવો, બંગાળમાં ભાજપને મોટો ફાયદો, ટીએમસી સૌથી મોટી પાર્ટી
લોકસભાની 543 સીટો માટે સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પૂરુ થઈ ગયું છે. આ સાથે 23 મેની રાહ જોવાઈ રહી છે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલે પોત-પોતાના દાવા શરૂ કરી દીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પૂરુ થઈ ગયું છે. આ સાથે 23 મેની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ પહેલા જ કેન્દ્રમાં કોની સરકાર બનશે તેના પર Exit Pollના દાવા શરૂ થઈ ગયા છે. યૂપી, બિહાર સિવાય જે રાજ્ય પર બધાની નજર છે, તે છે મમતા બેનર્જીનું પશ્ચિમ બંગાળ. ભાજપે અહીં પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે, ભાજપને આ વખતે 300 પાર બંગાળ પહોંચાડશે.
Times Now અનુસાર, બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ જ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. ભાજપને 2014ના મુકાબલે ફાયદો તો થઈ રહ્યો છે પરંતુ તેને આશા પ્રમાણે સફળતા મળતી દેખાઈ રહી નથી. ભાજપને બંગાળમાં 11 સીટો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વામપંથી પાર્ટીઓ ચોથા નંબરે આવતી જોવા મળી રહી છે.
બંગાળમાં ટીએમસીને 28 સીટો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે કે સૌથી મોટી પાર્ટી બની શકે છે. પરંતુ તેને નુકસાન થશે. ભાજપને 11 સીટો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને 2 અને વામપંથી પાર્ટીઓના ખાતામાં માત્ર 1 સીટ મળી શકે છે.
દેશમાં પશ્ચિમ બંગાળ લોકસભા સીટોના મામલામાં ત્રીજા નંબર પર છે. અહીં પર લોકસભાની 42 સીટો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આસનસોલ અને દાર્જિલિંગ સીટ પર જીત મળી હતી. ત્યારબાદ તેણે ટીએમસીના ઘણા મોટા નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં લઈ લીધા હતા. તેવામાં હવે તે વાત પર નજર છે કે 23 મેએ આવવાના ચૂંટણી પરિણામમાં ભાજપને કેટલી સીટો મળી છે.
સૌથી વધુ મતદાન અને હિંસા બંગાળમાં
આ વખતે ચૂંટણીમાં મતદાનના મામલામાં પશ્ચિમ બંગાળે તમામ રાજ્યનો પાછળ છોડી દીધું છે. પરંતુ આ સાથે અહીં દેશભરમાં સૌથી વધુ હિંસાના કેસ પણ નોંધાયા છે. બંગાળમાં હિંસાને કારણે અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર નક્કી કરેલા સમય કરતા 20 કલાક પહેલા બંધ કરવાની સૂચના ચૂંટણી પંચે આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે