મહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે

મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવી વાત એક્ઝિટ પોલમાં કરાઈ છે. એનડીએને 300 બેઠકો મળી શકે છે. અનેક રાજ્યોમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે.

મહાએક્ઝિટ પોલ 2019: ગુજરાતમાં ફરી એકવાર 'કમળની કમાલ, જાણો કોને કેટલી સીટ મળી શકે

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવી વાત એક્ઝિટ પોલમાં કરાઈ છે. એનડીએને 300 બેઠકો મળી શકે છે. અનેક રાજ્યોમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગુજરાતમાં ભાજપને આજતક અને એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ 25-26 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 0-1 બેઠક મળે તેવું અનુમાન કરાયું છે. કોંગ્રેસની આશાઓ ફરીથી એકવાર ધરાશયી થતી જોવા મળી રહી છે.  2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. 

મહાએક્ઝિટ પોલ 2019 ઝી 24 કલાક
ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ મુજબ આ વખતે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને 300 બેઠકો, યુપીએને 128 જ્યારે અન્યના ફાળે 114 બેઠકો જઈ શકે છે. 

ન્યૂઝ 24-ચાણક્યનો સર્વે
આ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 24-26 બેઠકો મળી શકે છે. કોંગ્રેસના ખાતામાં 0-2 બેઠકો જઈ શકે છે.

એબીપી-નીલસનનો સર્વે
એબીપી-નીલસનના સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપને 24-26 બેઠકો મળી શકે છે. 

ટીવી 9- સી વોટરનો સર્વે
આ સર્વે મુજબ કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપના ફાળે 22 બેઠકો જઈ શકે છે. આ 4 બેઠકો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી મળી શકે તેવું કહેવાઈ રહ્યું છે. 

ન્યૂઝ 18-IPSOનો સર્વે
આ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 અને કોંગ્રેસને ફાળે એક બેઠક જઈ શકે છે. 

ટાઈમ્સ નાઉ-વીએમઆર વોટરનો સર્વે
જે મુજબ એનડીએને દેશમાં 306 બેઠકો મળી શકે છે. જ્યારે યુપીએને 132 અને અન્યને ફાળે 104 જઈ શકે  છે. આ સર્વે મુજબ ગુજરાતની 26 બેઠકોમાંથી 25 ભાજપને અને 1 કોંગ્રેસને ફાળે જઈ શકે છે. 

જુઓ LIVE TV

આજતક અને એક્સિસ માઈ ઈન્ડિયાનો સર્વે
જે મુજબ ગુજરાતમાં ભાજપને 25-26 બેઠકો મળી શકે છે જ્યારે 0-1 બેઠક કોંગ્રેસને ફાળે જઈ શકે છે. આજતક અને એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 61 ટકા મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 32 ટકા મતો મળ્યાનું અનુમાન કરાયું છે. અન્યના ફાળે સાત ટકા મતો ગયા છે. ગત વખત 2014માં આજતકના એક્ઝિટ પોલમાં ભાજપને 19 બેઠકો મળવાનું અનુમાન કરાયું હતું પરંતુ ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. 

આ વખતે લોકસભા ચૂંટણી બ્રાન્ડ મોદી અને રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા રાફેલ ડીલના મુદ્દે લડવામાં આવી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશની અર્થવ્યવસ્થાના એન્જિનથી ઈંધણ કાઢી નાખવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો પ્રસ્તાવિત ન્યાય યોજનાથી દેશના અર્થવ્યવસ્થામાં ફરીથી ઈંધણ ભરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news