છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે. જણાવી દઇએ કે રવિવારના ભાજપના પ્રતિનિધિમંડળે બાંકુરામાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઇને દિલ્હીમાં ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
ભાજપની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી એધિકારીને આદેશ કર્યો છે. ચૂંટણી પંચે રવિવારે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમા શંતકને પદથી હટાવી તેમના સ્થાન પર 2008 બેંચ આઇએએસ અધિકારી મુક્તા આર્યને નિયુક્ત કર્યા છે.
રવિવારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઝગડા બાદ જિલ્લાધિકારી તેમજ ડીઇઓ શંકરની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના કારણે તેમની બદલી કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આર્યને તત્કાલ કાર્યભાર સંભાળવાનો આદેશ આપ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે