‘દીદી' સાથે 'નો ડીલ' : દીદી-ચૌધરીની લડાઈમાં ફસાઈ કોંગ્રેસ ! બંગાળમાં રહી જશે ખાલી હાથ

લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પાર્ટીઓમાં હલચલ વધી રહી છે. ચૂંટણી પંચ દ્વારા માર્ચમાં તારીખો જાહેર કરવામાં આવી શકે છે. આ વચ્ચે INDIA ગઠબંધન વચ્ચે સીટોની વહેંચરી થઈ રહી છે પરંતુ બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે પેચ ફસાયો છે.

‘દીદી' સાથે 'નો ડીલ' : દીદી-ચૌધરીની લડાઈમાં ફસાઈ કોંગ્રેસ ! બંગાળમાં રહી જશે ખાલી હાથ

કોલકત્તાઃ ચાર રાજ્યોમાં તો કોંગ્રેસને આપનો સાથ મળી ગયો.. પરંતુ બંગાળમાં શું થશે ? તે સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી.. હાલ સુધી તો પશ્ચિમ બંગાળમાં ગઠબંધનના કોઈ એંધાણ દેખાતા નથી. તેવામાં અધિર રંજન પણ ટીએમસી વિરુદ્ધ નિવેદનબાજી રોકવાનું નામ નથી લેતા.. જેથી મુશ્કેલી સતત વધતી જઈ રહી છે.

દિલ્લી, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તો કોંગ્રેસની અન્ય પક્ષો સાથે સમજૂતી થઈ ગઈ... પરંતુ બંગાળમાં હજુ પેચ ફસાયેલો છે.. પશ્ચિમ બંગાળમાં સારા સમાચાર આવવાની જગ્યાએ દિવસે ને દિવસે બંને પક્ષોમાં તકરાર વધી રહી છે. બંગાળ કોંગ્રેસ અને TMC નેતાઓ એકબીજા વિરુદ્ધ નિવેદન આપવાથી જ ઊંચા નથી આવી રહ્યા.. જેના પરિણામે હજુ બંગાળમાં ગઠબંધનના કોઈ સંકેત દેખાતા નથી... 

TMC સુપ્રીમો મમતા બેનર્જી અને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધિર રંજન ચૌધરી વચ્ચે ગઠબંધનની વાતની જગ્યાએ સામસામી નિવેદનબાજી ચાલી રહી છે...  ત્યારે અધિર રંજન ચૌધરીએ ફરી એકવાર TMC પર નિશાન તાક્યું.. તેમણે કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ દૂવિધામાં છે... પાર્ટી પ્રમુખ તરફથી સત્તાવાર ગઠબંધન અંગે સ્પષ્ટતા થવી જોઈએ.

આ તરફ TMCએ રાહ જોયા વિના અધિર રંજનને જવાબ પધરાવી દીધો.. ટીએમસી સાંસદ સાંતનુ સેને કહ્યું કે, અધિર રંજન ચૌધરીએ પહેલા પોતાનું વલણ સ્પષ્ટ કરી દેવું જોઈએ.. તેઓ ટીએમસીને બદનામ કરવાના સતત પ્રયાસો કરે છે. 

બંગાળમાં ગઠબંધન થશે કે નહીં તે એક સવાલ છે.. કેમ કે અગાઉ મમતા દીદીએ બંગાળની તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસને 5 બેઠકની ઓફર આપી.. જોકે હજુ બંને પક્ષોમાં બેઠકોનું ગણિત યોગ્ય બેઠું નથી.. તેવામાં બંને પક્ષ ગઠબંધન કરીને એકસાથે ચૂંટણી લડે છે કે પછી અહીં ત્રિકોણીય મુકાબલો જામે છે તે જોવું રહ્યું..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news