West Bengal Election 2021: એક સમયે BJP ના દિગ્ગજ નેતા રહી ચૂકેલા યશવંત સિન્હાને મમતા બેનર્જીએ સોંપી મોટી જવાબદારી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના શાસનના કટ્ટર વિરોધી યશવંત સિન્હાને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ મોટી જવાબદારી સોંપાઈ છે. યશવંત સિન્હાને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ સાથે જ યશવંત સિન્હાને ટીએમસીની નેશનલ વર્કિંગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. સિન્હા પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે 8 તબક્કામાં થનારી ચૂંટણી અગાઉ TMC માં જોડાયા છે. 
West Bengal Election 2021: એક સમયે BJP ના દિગ્ગજ નેતા રહી ચૂકેલા યશવંત સિન્હાને મમતા બેનર્જીએ સોંપી મોટી જવાબદારી

કોલકાતા: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના શાસનના કટ્ટર વિરોધી યશવંત સિન્હાને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ મોટી જવાબદારી સોંપાઈ છે. યશવંત સિન્હાને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ સાથે જ યશવંત સિન્હાને ટીએમસીની નેશનલ વર્કિંગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. સિન્હા પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે 8 તબક્કામાં થનારી ચૂંટણી અગાઉ TMC માં જોડાયા છે. 

2018માં ભાજપ સાથે છેડો ફાડ્યો
અત્રે જણાવવાનું કે યશવંત સિન્હા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં અનેક મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. પરંતુ ભાજપના હાલના નેતૃત્વ સાથે મતભેદોના પગલે 2018માં તેમણે પાર્ટી છોડી. તેમના પુત્ર યશવંત સિન્હા ઝારખંડના હજારીબાગથી ભાજપના લોકસભાના સભ્ય છે. સિન્હાએ ભાજપ વિરુદ્ધ લડતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સમર્થન કરવાના 'શપથ' લીધા છે.

મમતાને ગણાવ્યા હતા ફાઈટર
આ અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ મમતા બેનર્જી વિશે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 1999માં કંધારમાં આઈસી-814 વિમાનના અપહરણ બાદથી ચાલી રહેલા તણાવ વચ્ચે મમતા બેનર્જીએ બંધકોને છોડી મૂકવાના બદલે પોતાને બંધક તરીકે રાખવાની રજૂઆત કરી હતી. સિનાહાએ કહ્યું કે જ્યારે ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરાયું હતું અને આતંકીઓ તેને કંધાર લઈ ગયા હતા ત્યારે કેબિનેટમાં એક દિવસ ચર્ચા થઈ રહી હતી કે મમતા બેનર્જીએ ઓફર કરી છે કે તેઓ સ્વયં બંધક બનીને જશે. શરત એ છે કે બાકીના જે બંધક છે તેમને આતંકીઓ છોડી મૂકે અને તેઓ પોતે તેમના કબજામાં જતા રહેશે. ત્યારબાદ જે કુરબાની  આપવી પડશે તે તેઓ દેશ માટે આપવા તૈયાર હશે. સિન્હાએ એમ પણ કહ્યું કે મમતા બેનર્જી પોતાના શરૂઆતના દિવસોથી એક 'ફાઈટર' રહ્યા છે અને તેમનામાં હજુ પણ લડવાનો જુસ્સો યથાવત છે.  

ચંદ્રશેખર સરકારમાં પણ રહ્યા મંત્રી
અત્રે જણાવવાનું કે યશવંત સિન્હાએ વર્ષ 1990માં ચંદ્રશેખરની સરકારમાં નાણામંત્રીની જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ વાજપેયી મંત્રીમંડળમાં પણ તેમને આ મંત્રાલયનો કાર્યભાર મળ્યો. તેમણે વાજપેયી સરકારમાં વિદેશમંત્રીની પણ જવાબદારી નિભાવી હતી. સિન્હા 2018માં ભાજપ છોડ્યા બાદથી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news