Weather Update: માર્ચમાં જ 42 ડિગ્રી પહોંચી ગયો પારો, બે દિવસ બાદ આવશે આફત, હીટવેવની પણ ચેતવણી
Weather Update: પૂર્વી મધ્ય પ્રદેશ, દક્ષિણી આંધ્ર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગણાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશભરમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડવા લાગી છે. આવનારા દિવસોમાં ભીષણ ગરમી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં તો મહત્તમ તાપમાન માર્ચ મહિનામાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને તેલંગણાના વિસ્તારમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સિવાય રવિવારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન એવરેજથી પાંચ ડિગ્રી વધુ નોંધાયું હતું.
બે દિવસ બાદ વધવાનું છે તાપમાન
આ સિવાય મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વી રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, કોંકણ, ગોવા, અસમ, મેઘાલયમાં પણ આજે આવી સ્થિતિ જોવા મળી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન બે ડિગ્રી સુધી ઘટશે, જે રાહતની વાત છે, પરંતુ ત્યારબાદ આફત આવવાની છે. હકીકતમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાનો છે.
આ સિવાય મધ્ય ભારતમાં આગામી 24 કલાક દરમિયાન રણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાન ત્રણ ડિગ્રી વધી જશે. તો મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં અને પછી તાપમાન ત્રણ ડિગ્રી ઘટશે. બીજીતરફ દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાનો છે.
આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી
હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે. મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટકમાં 2-4 એપ્રિલ, રાયલસીમામાં એકથી ચાર એપ્રિલ, તેલંગણામાં એક અને બે એપ્રિલે હીટવેવની સ્થિતિ રહેશે. તો મધ્ય પ્રદેશમાં 31 માર્ચની રાત્રે, ઓડિશામાં 2-4 એપ્રિલ, મધ્ય મહારાષ્ટ્રમાં ત્રણ એપ્રિલ સુધી, મરાઠવાડામાં એક અને બે એપ્રિલ, તેલંગણામાં 31 માર્ચ અને એક એપ્રિલની રાત્રે ગરમી રહેશે. રાયલસીમામાં 31 માર્ચ, આંધ્ર પ્રદેશ, કેરલ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ચાર એપ્રિલ સુધી, ઓડિશામાં બેથી ચાર એપ્રિલ વચ્ચે હોટ એન્ડ હ્યૂમિડ વેધર રહેવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે