ગુજરાતનાં એક પણ શહેરનું પાણી પીવા લાયક નહી, ટોપ-20માં માત્ર ગાંધીનગર
Trending Photos
નવી દિલ્હી : દિલ્હીની હવા જ નહી પરંતુ પાણી પણ એટલું જ ખરાબ છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશનાં 21 શહેરોનાં પાણીના નમુનાની તપાસ કરી હતી. જેનું પરિણામમાં મુંબઇનું પાણી સર્વોત્તમ છે તો દિલ્હીનું પાણી સૌથી રાબ. કેન્દ્રીય ગ્રાહક મુદ્દાના કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને આજે પાણીની ગુણવત્તાના આધારે દેશનાં 21 શહેરોની યાદી જાહેર કરી છે.
રેંકિંગમાં કયા શહેરો
આ યાદીમાં ટોપ પાંચ શહેર તરીકે ક્રમશ મુંબઇ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુર ઉભર્યા છે. જ્યારે બાકી શહેરોમાં ક્રમશ અમરાવતી, શિમલા, ચંડીગઢ, ત્રિવેન્દ્રમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેંગ્લુરૂ, ગાંધીનગર, લખનઉ, જમ્મુ, જયપુર, દેહરાદુન, ચેન્નાઇ, કોલકાતા, દિલ્હીનું સ્થાન આવે છે.
BIS દ્વારા 10 પેરામિટર્સ રખાયા.
કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) સમગ્ર દેશનાં અલગ અલગ શહેરોમાંથી પાણીના નમુના એકત્રિત કર્યા હતા અને તેની તપાસ કરી હતી. આ તપાસના પરિણામો બાદ તેણે શહેરોની રેન્કિંગ જાહેર કરી હતી. પાસવાને આજે પાણીની ગુણવત્તાના આધારે તૈયાર થયેલ રેકિંગ પ્રેસકોન્ફરન્સ કરીને જાહેર કરી હતી. તેમણે જણવ્યું કે, 10 પેરામિટર્સના આધારે પાણીનુ રેંકિંગ તૈયાર કરાયું હતું.
જાણો રેકિંગમાં કયા શહેર..
1. મુંબઇ
2. હૈદરાબાદ
3. ભુવનેશ્વર
4. રાંચી
5. રાયપુર
6. અમરાવતી
7. શિમલા
8. ચંડીગઢ
9. ત્રિવેન્દ્રમ
10. પટના
11. ભોપાલ
12. ગુવાહાટી
13. બેંગ્લુરૂ
14. ગાંધીનગર
15. લખનઉ
16. જમ્મુ
17. જયપુર
18 દેહરાદુન
19. ચેન્નાઇ
20. કોલકાતા
21. દિલ્હી
ગુણવત્તા પરિક્ષણ ચાલુ રહેશે.
પાણીની ગુણવત્તાનું પરિક્ષણ આગળ પણ ચાલુ રહેશે. પાસવાને જણાવ્યું કે, આગળ પાણીની તપાસ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલા તબક્કામાં તમામ રાજધાનીઓની પાણીની તપાસ કરવામાં આવશે. બીજા તબક્કામાં સ્માર્ટ સિટીનાં પાણીની તપાસ કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં તમામ જિલ્લાઓમાં પીવાના પાણીની તપાસ કરવામાં આવશે.
દરેક ઘરને સ્વચ્છ જળ અભિયાન
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેઓ દરેક ઘરને સાફ પાણી પહોંચાડવાનાં વડાપ્રધાનનાં અભિયાનની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમે 2024 સુધીમાં દરેક ઘરે સ્વચ્છ પાણી પહોંચાડીશું. અમારી સરકાર આ દિશામાં કામ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે