VIDEO: મિત્રો સાથે મસ્તી કરી રહી હતી સની લિયોની, વિચાર્યું પણ નહી હોય આવુ થશે !

સનીએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે તે પુલમાં મસ્તી કરી રહી હોય છે ત્યારે અચાનક પાછળથી તેને કોઇ મારે છે ધક્કો

VIDEO: મિત્રો સાથે મસ્તી કરી રહી હતી સની લિયોની, વિચાર્યું પણ નહી હોય આવુ થશે !

નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી સની લિયોની સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેને પોતાના ફેન્સ સાથે તેની હળવી ક્ષણોને પણ શેર કરતી રહે છે. પોતાનાં ફેન્સ સાથે ઇન્ટરેક્ટ કરતા સમયે તે એક બાળક બની જાય છે. એટલા માટે તે સોશિયલ મીડિયા પર છવાયેલી જ રહે છે. હાલમાં જ તેણે પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.જેમાં તે સ્વિમિંગ પુલ કિનારે પોતાનાં મિત્રો સાથે પંજાબી ગીત પર ડાંસ કરી રહી હતી, ત્યારે અચાનક સનીએ પોતાનાં મસ્તીખોર અંદાજમાં એક યુવકને પુલમાં ધક્કો મારી દીધો. 

આ પછી તે બીજુ કંઇ કરે તે પહેલા તેની પાછળ ઉભેલી એક અન્ય ફ્રેંડે સની લિયોનીને ધક્કો મારીને પુલમાં ફેંકી દીધી હતી. આ જોઇને અન્ય લોકો હસવા લાગ્યા હતા. સનીએ આ વીડિયોને કેપ્શન આપતા લખ્યું કે,"આ પ્રેંક એ પ્રકારે નથી થઇ શક્યો જે પ્રકારે હું ઇચ્છતી હતી, તેમ છતા પણ મજા આવી" તેમણે હિતેન્દ્ર કપોપારા અને હેર સ્ટાઇલિસ્ટ જીતીને ટેગ કરતા લખ્યું કે કે, આ યુદ્ધ હાલ પણ ચાલુ રહેશે અને હું બદલો લઇશ. આ સાથે જ તેમણે રંગીલા મુવીને ટેગ કર્યું, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ આ ફિલ્મના સેટ પર આ મસ્તી કરી રહ્યા છે. 

A post shared by Sunny Leone (@sunnyleone) on

અત્રે ઉલ્લેખનીય છે કે સની હાલમાં પોતાની મલયાલમ ફિલ્મ સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગરવ કરશે. સ્પષ્ટ છે કે સાઉથમાં હાલ સનીના નામની લહેર ચાલી રહી છે. તે ફિલ્મ રંગીલામાં લીડ રોલમાં જોવા મળશે. તે મલયાલમના સુપર સ્ટાર મામુટી સાથે પણ એક ગીત શુટ કરી રહી છે. સમાચાર છે કે તે મામ્મુટીની સાથે ધુમ રાજામાં પણ ધુમ મચાવવશે. સનીએ રિયાલિટી શો બિગબોસ દ્વારા હિંદી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી. તે બોલિવુડમાં પહેલાથી છવાયેલી છે. હવે તે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news