મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યો, સરકાર પાસે 325નો આંકડો
લોકસભામાં વિપક્ષની તરફથી નરેન્દ્ર મોદી નીત રાજગ સરકારની વિરુદ્ધ રજુ અવિશ્વાસના પ્રસ્તાવ પર શુક્રવારે ચર્ચા બાદ મતદાન થયું હતું
Trending Photos
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષની તરફથીનરેન્દ્ર મોદી નીત એનડીએ સરકારની વિરુદ્ધ રજુ થયેલ અવિશ્વાસનો પ્રસ્તાવ શુક્રવારે ચર્ચા બાદ વોટિંગ માટે આવ્યો હતો. આ દરમિયાન ઘણા અસંતુષ્ટ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. અવિશ્વાસના પક્ષમાં 126 જ્યારે વિરોધમાં 325 મત આવ્યા હતા. કુલ 425 મત પડ્યા હતા. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને વોટિંગ બાદ જાહેરાત કરી કે ભાજપ સરકારની વિરુદ્ધનો અવિશ્વાસનો પ્રસ્તાવ ભાંગી પડ્યો છે. તે અગાઉ આખો દિવસ પ્રસ્તાવ પર ચર્ચા થતી રહી હતી. જેમાં સભ્યોને ચર્ચા માટે કુલ 7 કલાકનો સમય ફાળવાયો હતો. પ્રશ્નકાળ સાથે સાથે બિન સરકારી કામકાજ થયું નહોતું.
ટીડીપીએ આંધ્રના પુનર્ગઠનના અધિનિયમને લાગુ કરવાના પ્રાવધાનો સંપુર્ણ લાગુ કરવા અને આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ મુદ્દે રાજગ ગઠબંધનથી અલગ થઇ ગઇ હતી. લોકસભા અધ્યક્ષે કહ્યું કે તેમને એસકેસીનેની, તારિકા અનવર, મલ્લિકાર્જુન ખડગે સહિત કેટલાક અન્ય સભ્યોના અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસનો સ્વિકાર રક્યો છે. હવે તેઓ આ નોટિસ સદન સમક્ષ રજુ કરશે. અધ્યક્ષે તે સભ્યોને ઉભા થવા અપીલ કરી જેઓ પ્રસ્તાવ નોટિસનાં પક્ષમાં છે. તે અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણે નરેન્દ્ર મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન ગેરહાજર રહેવાના નિર્ણયની શિવસેનાની ટીકા કરી હતી. ચવ્હાણે કહ્યું કે, શિવસેનાને એક સાથે સત્તાનો સ્વાદ અને સરકારની વિરુદ્ધ બોલવાનો ઢોંગ બંધ કરવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે