બોરિસ જોનસન સાથે થયેલી બેઠકમાં PM મોદીએ ઉઠાવ્યો નીરવ મોદી અને વિજય માલ્યાનો મુદ્દો
પીએમ મોદીએ આગળ કહ્યુ- અમે 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારને ડબલથી વધુ કરવાના લક્ષ્યની સાથે એફટીએના રોડમેપના રૂપમાં એક વ્યાપાર ભાદીદારીને શરૂ કરવાનું સ્વાગત કર્યુ.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાઇ હતી. પીએમ મોદીએ કહ્યુ કે, બ્રિટનના પીએમ જોનસન સાથે સંમેલન સાર્થક રહ્યુ. તેમણે કહ્યું કે, આ દરમિયાન ભારત-યૂકેના સંબંધોને વધારીને વ્યાપક સામરિક ભાગીદારી કરવા માટે મહત્વકાંક્ષી રોડમેપ 2030 અપનાવવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આગળ કહ્યુ- અમે 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારને ડબલથી વધુ કરવાના લક્ષ્યની સાથે એફટીએના રોડમેપના રૂપમાં એક વ્યાપાર ભાદીદારીને શરૂ કરવાનું સ્વાગત કર્યુ. અમે સ્વાસ્થ્ય, ટેક્નોલોજી, ઉર્જા વગેરેમાં ઘણી નવી પહેલ પર સહમતિ વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, આ દરમિયાન બ્રિટિશ પીએમની સાથે કોવિડ-19 મહામારી પર સહયોગને લઈને ચર્ચા થઈ. સાથે પેરિસ જલવાયુ સમજુતિના મહત્વકાંક્ષી લક્ષ્યને લઈને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
Elevating India- United Kingdom ties to a Comprehensive Strategic Partnership. An ambitious ‘Roadmap 2030’ was adopted at the Summit. This will pave way for deeper & stronger engagement over the next decade across 5 keys areas: Arindam Bagchi, Spokesperson, MEA pic.twitter.com/T15TsWQRew
— ANI (@ANI) May 4, 2021
બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ નીરવ મોદી, વિજય માલ્યા સહિત ભારતના આર્થિક ભાગેડૂને જલદી પરત આપવાનો મુદ્દો ઉઠાવ્યો. તો પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યુ કે, બ્રિટિશ ક્રિમિનલ જસ્ટિ સિસ્ટમને કારણે કેટલીક અડચણો આવી રહી છે. પરંતુ બ્રિટન સરકાર ઈચ્છે છે કે ભારત વિરુદ્ધ અપરાધ કરનાર ભારતીય કાયદો વ્યવસ્થા સામે હાજર થાઈ.
તો પ્રધાનમંત્રી મોદી અને બ્રિટનના પીએમ જોનસન વચ્ચે ડિજિટલ બેઠક બાદ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત-બ્રિટન શિખર સંમેલનથી દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ. તેમણે કહ્યું કે, મોદી-જોનસન શિખર સંમેલનની મોટી સિદ્ધિ ભારત-બ્રિટનના સંબંધોને વધુ મજબૂત કરવા માટે રોડમેપ 2030ની શરૂઆત કરવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે