Viral Video: આ છે અનિમલ WWEના દમદાર Fighter, વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ વીડિયો

છોકરા હોય કે છોકરીઓ, બાળપણમાં WWEની ફાઈટ જોવાનું ખુબજ પસંદ કરતા હતા. WWEની વાત કરીએ તો અંડરટેકર (Undertaker) અને જોન સીના (John Cena)નું નામ તો દરેકના મોઢે સાંભળવા મળતું હતુ. પરંતુ શું તમે ક્યારે ઉંદરને WWE જેવી ફાઈટ કરતા જોયા છે?

Viral Video: આ છે અનિમલ WWEના દમદાર Fighter, વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ વીડિયો

નવી દિલ્હી: છોકરા હોય કે છોકરીઓ, બાળપણમાં WWEની ફાઈટ જોવાનું ખુબજ પસંદ કરતા હતા. WWEની વાત કરીએ તો અંડરટેકર (Undertaker) અને જોન સીના (John Cena)નું નામ તો દરેકના મોઢે સાંભળવા મળતું હતુ. પરંતુ શું તમે ક્યારે ઉંદરને WWE જેવી ફાઈટ કરતા જોયા છે?

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનમાં બે ઉંદર એકબીજા સાથે ફાઇટ કરતા જોવા મળી રહ્યાં છે. આ ફાઇટ કોઇ સામાન્ય ફાઇટ ન હતી. બંનેની ફાઇટ જોઇને તમને WWEની ફાઇટ જરૂરથી યાદ આવી જશે. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ પ્રકારની કોઈ ફાઇટના બેકગ્રાઉન્ડમાં ઓરિજનલ રેસલિંગ (Wrestling)ની કોમેન્ટ્રી જોડવામાં આવે.

બે ઉંદરની દિલચસ્પ ફાઇટ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, બે ઉંદર એકબીજા સાથે દિલચસ્પ રીતે ફાઈટ કરી રહ્યાં છે. આ વીડિયો ઘણો રમુજી (Funny Video) પણ છે. તે જોઇને તમે પોતાની જાતને હસવાથી રોકી શકશો નહીં.

પરંતુ આ ઉંદરની ફાઇટ જોઇને તમે સમજી શકશો નહીં કે, આ બંને માંથી જીતી કોણ રહ્યું છે. બંને ફાઇટ જોઇને તમે પણ કહેશો કે એકદમ રેસલર (Wrestler)ની જેમ લડી રહ્યાં છે. લોકો આ વીડિયોને જોઇ હસી હસીને લોટપોટ થઈ રહ્યાં છે.

નેક ટૂ નેક ચાલી રહી લડાઈ
આ મજેદાર વીડિયો આઇએએસ અવનીશ શરણે 6 નવેમ્બરની સવારે શરે કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, નેક ટૂ નેક ચાલી રહ્યું છે. આ વીડિયો કોઇ જનરલ સ્ટોરનો છે. જ્યાં બે ઉંદર એક બીજા સાથે લડાઈ કરી રહ્યાં છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 82 હજારથી વધુ લોકોએ જોયો છે. હજારોમાં લાઇક્સ અને કોમેન્ટ્સ પણ મળી રહ્યાં છે.

— Awanish Sharan (@AwanishSharan) November 6, 2020

આ વીડિયો પર લોકો રિએક્શન પણ આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે, લડાઈ પૂર્ણ થયા બાદ બંન્નેને તિવ્ર ભુખ લાગશે તેમજ ગ્રોસરી સ્ટોરમાં ટૂટી પડશે. આવા ઘણા ફની કોમેન્ટ આ વીડિયો પર જોવા મળી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news