Viral Video Today: લગ્ન સમારોહમાં અચાનક મહિલા બોટલ પકડી ફ્લોર પર સૂઈ નાચવા લાગી, મહેમાનો સ્તબ્ધ, જુઓ વીડિયો

Viral Video Today: લગ્ન સમારોહમાં લોકો ખુબ ડાન્સ કરે છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. મ્યૂઝિક વાગતા જ લોકોને એવું તાન ચડે છે કે આજુબાજુનું ભાન જાણે ભૂલાઈ જાય છે.

Viral Video Today: લગ્ન સમારોહમાં અચાનક મહિલા બોટલ પકડી ફ્લોર પર સૂઈ નાચવા લાગી, મહેમાનો સ્તબ્ધ, જુઓ વીડિયો

Viral Video Today: લગ્ન સમારોહમાં લોકો ખુબ ડાન્સ કરે છે જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. મ્યૂઝિક વાગતા જ લોકોને એવું તાન ચડે છે કે આજુબાજુનું ભાન જાણે ભૂલાઈ જાય છે. ક્યારેક તો કોઈ ફ્લોર પર આળોટવા લાગે છે તો આમ તેમ ભાગમભાગી કરવા લાગે છે. ડાન્સ કરવામાં ફક્ત બાળકો જ નહીં યુવાઓ અને મહિલાઓ તથા વૃદ્ધો પણ સામેલ થઈ જતા હોય છે. તક મળતા જ નાચવા લાગે છે. આવો જ એક ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા ખુબ ડાન્સ કરતી જોવા મળે છે. 

વીડિયોમાં જેવું 'દો ઘૂંટ પિલા દે સાથિયા..' ગીત વાગે છે કે મહિલા હાથમાં બોટલ લઈને ફ્લોર પર સૂઈને ડાન્સ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય કે કેવી રીતે લગ્નમાં જબરદસ્ત માહોલ બનેલો છે. તમામ મહેમાનો પોત પોતાના અંદાજમાં જોવા મળી રહ્યા છે. ડાન્સ ફ્લોર ઉપર પણ લોકો ધમાલ મચાવવા પહોંચી ગયા છે. જેવું ગીત વાગે છે કે એક મહિલા ડાન્સ ફ્લોર પર આવી જાય છે અને પછી તો જોત જોતામાં જોરદાર ડાન્સ કરવા લાગે છે. જેને જોઈને હાજર મહેમાનો તો સ્તબ્ધ થઈ જોયા જ કરે છે. 

જુઓ Video

મહિલાના આ ડાન્સનો વીડિયો AJ siddiqui નામના યૂટ્યુબ ચેનલ પર અપલોડ કરાયો છે. વીડિયોમાં જે પ્રકારે મહિલા ડાન્સ કરે છે તે જોઈને લોકો તો દંગ રહી ગયા છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. નેટિઝન્સ પણ ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે આ વીડિયો થોડો જૂનો છે પણ હાલ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news