Naag Nagin Love Video: નાગ-નાગણનો અદભૂત પ્રેમ જોઈને દંગ રહી જશો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Naag Nagin Love Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં પ્રાણીઓમાં મોટા ભાગે તમે જંગલી પ્રાણીઓ કે ખતરનાક પ્રાણીઓના શિકારના વીડિયો પણ જોતા હશો. પરંતુ શું તમે ક્યારેય નાગ-નાગણને પ્રેમ કરતા જોયા છે? પ્રેમ પણ એવો કે જોઈને નજર ઠરી જાય

Naag Nagin Love Video: નાગ-નાગણનો અદભૂત પ્રેમ જોઈને દંગ રહી જશો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Naag Nagin Love Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં પ્રાણીઓમાં મોટા ભાગે તમે જંગલી પ્રાણીઓ કે ખતરનાક પ્રાણીઓના શિકારના વીડિયો પણ જોતા હશો. પરંતુ શું તમે ક્યારેય નાગ-નાગણને પ્રેમ કરતા જોયા છે? પ્રેમ પણ એવો કે જોઈને નજર ઠરી જાય. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક હોટલના કોરિડોરમાં નાગ નાગણ પ્રેમ કરતા જોવા મળી રહ્યા છે. 

ફિલ્મોમાં પણ નહીં જોયો હોય આવો નજારો
લગભગ એક મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે હોટલમાં લોકો અવર જવર કરી રહ્યા છે કે અચાનક ત્યાં નાગ નાગણની જોડી જોવા મળે છે. બંને એકબીજાના પ્રેમમાં મગ્ન છે. આ પ્રેમી જોડા પાસેથી લોકો પસાર થઈ રહ્યા છે પરંતુ એ વાતથી નાગ નાગણ બિલકુલ અજાણ છે અને તેઓ એકબીજામાં ખોવાયેલા છે. 

— Figen (@TheFigen) August 5, 2022

દંગ કરી નાખતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ત્યાંથી પસાર થાય છે અને ત્યારે આ નાગ નાગણને આ અવસ્થામાં જોઈને એકવાર તો ચોંકી જાય છે પરંતુ પછી આ દ્રશ્ય કેમેરામાં કેદ કરવા લાગે છે. વીડિયોમાં છેલ્લે જે થાય છે તે જોવા લાયક છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર વીડિયો શેર કરાયો છે. ટ્વિટર પર આ વીડિયો @TheFigen નામના હેન્ડલથી અપલોડ કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news