Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, 20 લાખની કારમાં વહેવા લાગ્યો ધોધ; જુઓ વીડિયો
Mahindra Scorpio Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્કોર્પિયો-એનની અંદર પાણી પડતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Mahindra Scorpio Viral Video: ઘણીવાર તમે લોકોને પાઈપ વડે વાહન ધોતા જોયા હશે. શું તમે ક્યારેય કોઈને ધોધના પાણીની નીચે કાર ધોતા જોયુ છે? જો નહીં તો અત્યારે જ જુઓ કારણ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ચોંકી ગયા છે તો કેટલાક લોકો હસી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
Bechara Mahindra lekar adventure karne Gaya tha. Plans par pani fir Gaya. Video Received on WhatsApp. Owner Unknown. Any comments @TheDeshBhakt @ANI @anandmahindra @MahindraAdvntr pic.twitter.com/L2SnAwv2iw
— Rahul Nair (@rsnairx) February 27, 2023
આ પણ વાંચો:
1st March, 2023: આજથી આ નિયમોમાં થયો ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર
SBI ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, બેંકે ગ્રાહકોને ચેતવ્યા, જાણો શું કહ્યું
122 વર્ષ બાદ સૌથી વધુ ગરમ રહ્યો ફેબ્રુઆરી, આગામી ત્રણ મહિના ભારે ગરમીની આગાહી
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની કારમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે એક ધોધ જોયો, તેથી તેણે તેની સ્કોર્પિયો કાર લીધી અને તેને કુદરતી રીતે ધોવા માટે ધોધની નીચે પાર્ક કરી. આ દરમિયાન તે કારનું સનરૂફ પણ બંધ કરી દે છે. થોડી સેકન્ડો પછી, Scorpio-N ની અંદર અચાનક પાણી પડવા લાગે છે. SUVની સનરૂફ અને છત પર લગાવેલા સ્પીકર્સમા પણ સતત પાણી વહેવા લાગે છે. પાણીને કારણે આખું ડેશબોર્ડ ભીંજાઈ ગયું હતું. આટલું જ નહીં SUVના ઘણા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સમાં પણ પાણી ઘૂસી ગયું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો રાહુલ નાયર નામના એકાઉન્ટ દ્વારા તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. જો કોઈએ સ્ક્રિપ્ટેડ વિડિયો કહ્યું છે, તો કેટલાક યુઝર્સ કહે છે કે સનરૂફ સંપૂર્ણપણે બંધ હોવું જોઈએ બાકી અંદર પાણી આવશે. હાલમાં આ વીડિયોને લઈને મહિન્દ્રા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
આ પણ વાંચો:
અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી
સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો
રાશિફળ 01 માર્ચ: આ જાતકોને આજે ગ્રહોનો વિશેષ સંયોગ ખુબ ફાયદો કરાવશે, સમૃદ્ધિ વધશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે