દર મહિને કેટલું કમાતા હશે Zomato-Swiggy ના ડિલિવરી બોય? કમાણી જાણીને આંખો પહોળી થશે

તમને પણ કદાચ એ સવાલ થતો હોય કે આખો દિવસ આ રીતે તનતોડ મહેનત કરતા ડિલિવરી બોય આખરે કેટલું કમાઈ લેતા હશે?થોડા દિવસ પહેલા Full Disclosure નામની એક યુટ્યુબ ચેનલે આવા જ કેટલાક ડિલિવરી બોય સાથે વાત કરી હતી. વાત વાતમાં જ્યારે કમાણીનો મુદ્દો ઉઠ્યો તો વાતો સાંભળીને આજુબાજુવાળા તો  છક થઈ ગયા.

દર મહિને કેટલું કમાતા હશે Zomato-Swiggy ના ડિલિવરી બોય? કમાણી જાણીને આંખો પહોળી થશે

આજકાલ આપણા જીવનમાં ઝોમેટો અને સ્વિગી જેવી એપ એક જીવન જરૂરિયાતની ચીજ જાણે બની ગઈ છે. લગભગ દરેક મોબાઈલમાં આ એપ જોવા મળતી હશે. કારણ કે તેના દ્વારા તમારી મનગમતી રેસ્ટોરા, હોટલનું ભોજન સીધુ તમારા ઘરે પહોંચતું હોય છે. આ બધામાં જો સૌથી મહત્વની ભૂમિકા હોય તો ડિલિવરી બોયની હોય છે. જે તમારું ઓર્ડર કરેલું ભોજન તમારા ઘરે પહોંચાડે છે. ત્યારે તમને પણ કદાચ એ સવાલ થતો હોય કે આખો દિવસ આ રીતે તનતોડ મહેનત કરતા ડિલિવરી બોય આખરે કેટલું કમાઈ લેતા હશે?

થોડા દિવસ પહેલા Full Disclosure નામની એક યુટ્યુબ ચેનલે આવા જ કેટલાક ડિલિવરી બોય સાથે વાત કરી હતી. વાત વાતમાં જ્યારે કમાણીનો મુદ્દો ઉઠ્યો તો વાતો સાંભળીને આજુબાજુવાળા તો  છક થઈ ગયા. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે કેટલું કમાઈ લો છો તો જવાબ મળ્યો કે 'એક દિવસમાં 1500-2000 રૂપિયા આરામથી થઈ જશે. ત્યારબાદ અઠવાડિયામાં 10-12 હજાર પાક્કા થઈ જશે. મહિનામાં 40થી 50 હજાર રૂપિયા પાક્કા છે.'

એટલું જ નહીં તેમણે ફોન પર કમાણીના પુરાવા પણ દેખાડ્યા. એક અન્ય ડિલિવરી બોયે જણાવ્યું કે આ ઉપરાંત ટિપ્સથી લગભગ 5 હજાર રૂપિયા અને વરસાદ સમયે ડિલિવરી કરીએ તો થોડી વધુ કમાણી થાય છે. ખાસ વાત એ છે કે અનેક પ્લેટફોર્મ પર પહેલેથી જ રકમ નક્કી હોય છે. જો કે જો વધુ અંતર પર ડિલિવરી કરવાની હોય તો પ્લેટફોર્મ અનેકવાર વધુ ફી પણ વસૂલે છે. 

ઈન્ટરવ્યુનો વીડિયો વાયરલ થતા જ હવે યૂઝર્સ વચ્ચે કમાણીને લઈને ચર્ચા છેડાઈ છે. એક વ્યક્તિનું કહેવું છે કે  'ડિલિવરી બોય આટલું કમાય છે તે ખબર નહતી. મારું પણ મન કરે છે કે એક બાઈક ખરીદી લઉ.'

જુઓ Video

 (Disclaimer: આ વાયરલ વીડિયો અંગે ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news