UP: વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં, કર્યો મોટો ઘટસ્ફોટ- 'પોલીસે રેડ કરી તે પહેલા...'
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ પર થયેલા હુમલા મામલે મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં છે અને તેણે ખુલાસો કર્યો હતો કે પોલીસની રેડ પહેલા વિકાસ દુબેને કોઈ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે વિકાસને આ ફોન કોણે કર્યો હતો. ગઈ કાલે આ મામલે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વિનય તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે વિકાસ દુબેનું આખું ઘર તોડી પાડવામાં આવ્યું છે.
Trending Photos
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ પર થયેલા હુમલા મામલે મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં છે અને તેણે ખુલાસો કર્યો હતો કે પોલીસની રેડ પહેલા વિકાસ દુબેને કોઈ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે વિકાસને આ ફોન કોણે કર્યો હતો. ગઈ કાલે આ મામલે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વિનય તિવારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે વિકાસ દુબેનું આખું ઘર તોડી પાડવામાં આવ્યું છે.
દયાશંકરે એમ પણ કહ્યું કે વિકાસ અને તેના મિત્રોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. વિકાસે જ ફોન કરીને બદમાશોને બોલાવ્યાં હતાં. વિકાસના ઘરે અનેક લોકો હાજર હતાં. જેમની પાસે ગેરકાયદેસર હથિયારો હતાં. આ જ હથિયારોથી પોલીસકર્મીઓ પર ફાયરિંગ થયું હતું. દયાશંકરે વધુમાં જણાવ્યું કે ગામની પાસે એક બગીચામાં ગેંગની બેઠક થતી હતી.
આ બાજુ પોલીસે મુખ્ય આરોપી વિકાસ દુબે પર ઈનામની રકમ વધારીને એક લાખ કરી દીધી છે. કાનપુર પોલીસે વારદાતમાં સામેલ અન્ય 18 અપરાધીઓ પર 25-25 હજારનું ઈનામ રાખ્યું છે.
વિકાસ દુબેને રાજકીય આશ્રય આપનારાઓ પર સકંજો કસાશે
હવે વિકાસ દુબેને રાજકીય આશ્રય આપનારા તેના આકાઓ ઉપર પણ સકંજો કસાશે. સીએમ યોગીએ વિકાસને સંરક્ષણ આપનારા નેતાઓ અને અધિકારીઓ વિશે માહિતી ભેગી કરવાના આદેશ આપ્યા છે. ગુપ્તચર વિભાગ વિકાસ દુબેના રાજકીય કનેક્શનની ભાળ મેળવશે. વિકાસ દુબેને રાજકીય સંરક્ષણ આપનારી તમામ પાર્ટીઓના નેતાઓ મંત્રીઓ અને અધિકારીઓના નામની યાદી તૈયાર થશે. વિકાસ દુબેના જે પણ નેતાઓ સાથે સંબંધ રહ્યાં છે તે તમામ વિગતો ગુપ્તચર વિભાગ ભેગી કરી રહ્યું છે.
સંદિગ્ધ છે વિનય તિવારીની ભૂમિકા
અત્રે જણાવવાનું કે પોલીસનું માનવું છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના વિનય તિવારીએ જ પોલીસ દ્વારા પડનારી રેડની માહિતી અપરાધી વિકાસ દુબેને આપી હતી. ત્યારબાદ તેણે યોજનાબદ્ધ રીતે પોલીસ ટીમ પર હુમલો કર્યો જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા. નોંધનીય છે કે વિનય તિવારીને વિકાસ દુબેના ઘર પર રેડ મામલે શિથિલતા વર્તવાના આરોપમાં સસ્પેન્ડ કરાયો છે અને પોલીસ મથકનો ચાર્જ પુષ્પરાજ સિંહને અપાયો છે.
રેડની માહિતી કરી લીક
પોલીસ અધિકારી મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે વિનય તિવારીએ પોલીસની રેડની માહિતી લીક કરવાના શકમાં વિનય તિવારીને સસ્પેન્ડ કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે વિભાગના કોઈ પણ વ્યક્તિની સંડોવણી સામે આવી તો તેને તત્કાળ સસ્પેન્ડ કરીને ધરપકડ પણ થશે. અત્રે જણાવવાનું કે એસટીએફએ વિનય તિવારીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.
પાછળ પડી 40 પોલીસ સ્ટેશનની પોલીસ, 500થી વધુ ફોન સર્વિલાન્સ પર
યુપી પોલીસ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની પાછળ પડી ગઈ છે. તેને જીવતો કે મરેલો પકડવા માટે 40 પોલીસ સ્ટેશનની પોલીસ મેદાનમાં પડી છે. 500થી વધુ ફોન સર્વિલાન્સ પર છે. તથા 75 જિલ્લાઓમાં સર્વિલાન્સ ટીમ સાથે પોલીસ અલર્ટ પર છે.
શંકાના દાયરામાં રહેલા વિનય તિવારી સાથે એવું પણ કહેવાય છે કે બે દિવસ પહેલા વિકાસ દુબેએ મારપીટ કરી હતી. વિકાસ દુબેએ એસઓ વિનય તિવારીનો ફોન પણ છીનવી લીધો હતો. પીટાઈ થવા છતાં એસઓ વિનય તિવારી ચૂપ રહ્યો હતો અને આ જાણકારી પોતાના સિનિયર અધિકારીઓને આપી નહતી.
વિનય તિવારી એ હદે ડરેલો હતો કે જે સમયે કાનપુરના વિકરુ ગામમાં ડેપ્યુટી એસપી દેવેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં 3 પોલીસ સ્ટેશનના 20થી 25 પોલીસકર્મીઓ વિનય દુબેને પકડવા ગઈ તો તે સમયે પણ વિનય બધા કરતા પાછળ રહ્યો હતો અને જેવો હુમલો થયો તો તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસનું સ્પષ્ટપણે માનવું છે કે રેડ દરમિયાન ચોબેપુરના એસઓની બેદરકારીથી જ પોલીસનું ગુપ્તચર તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું.
જુઓ LIVE TV
વીજ પૂરવઠો કટ કર્યો હતો
બીજો ખુલાસો એ થયો છે કે પોલીસ જવાનો પર હુમલા દરમિયાન વીજળી કટ કરવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોનું માનીએ તો વિકાસ દુબેના સાથીઓએ ફોન કરીને વીજળી કટ કરાવી હતી. લાઈનમેન અને જેઈની ભૂમિકા શંકાસ્પદ જોવા મળતા પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા છે. શિવલી વિદ્યુત કેન્દ્રથી વીજળી કાપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે