શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુનો ગુરુપૂર્ણિમાએ સંદેશ, કોરોનાને કારણે ભક્તો ઘરે રહી દર્શન કરે...
Trending Photos
અમિત રાજપૂત/અમદાવાદ :અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે શિષ્ય દ્વારા ગુરુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે. ગુરુ શબ્દના અર્થની વાત કરીએ તો તેમાં ગુરુ શબ્દનો અર્થ એ છે કે અંધકાર અને રુ શબ્દનો અર્થ થાય છે દૂર કરનાર, એટલે કે અંધકારને દૂર કરનાર વ્યક્તિ ગુરુ. ગુરુને યથાશક્તિ દક્ષિણ, પુષ્પ, વસ્ત્ર, વગેરે ભેટ કરે છે. ગુરુ પૂર્ણિમા આ વર્ષે 5 જુલાઈ રવિવારના રોજ ઉજવાઈ રહી છે. ત્યારે શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુએ ગુરુપૂર્ણિમાને લઈને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, આજે આધ્યાત્મિક જગતનો દિવસ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ. કોરોનાના સંકટથી દેશ બચે તેવી પ્રભુને પાર્થના માનવ સમાજ વ્યસન, ફેશન અને ભ્રષ્ટાચારથી દૂર રહે. ધર્મ કી જય, અધર્મનો નાશ, પ્રાણીઓમાં સદભાવના રહે. તેઓએ વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરી કોરોનાના સંકટને ધ્યાને રાખીને ઘરેથી ભક્તોને દર્શન કરવા અપીલ કરી છે. ગુરુપૂર્ણિમાને લઈને પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું.
ડભોઇમાં ગુરુપૂર્ણિમાની કરાઇ ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઇ હતી. બદ્રીનારાયણ મંદિર ખાતે કરાયેલી ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. ૧૦૦૮ સુદર્શનાચાર્યજીના આશીર્વાદ લેવાયા હતા. દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શનનો લાભ છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે ભક્તો ઉમટ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. 'જય શામળિયા' ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંદિર પરિસરમાં કોરોના વાયરસની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાયું હતું. ભક્તો માટે હેન્ડ સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શન વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે