Tomato Prices: ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી

Tomato Prices: દિવસે ને દિવસે ટમેટાના ભાવ વધી રહ્યા છે જેના કારણે હાહાકાર મચી ગયો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી લોકો ટામેટા ખરીદવાનું ટાળી રહ્યા છે. પરંતુ દુકાનદાર ટમેટા પોતાની દુકાનમાં રાખવાનું ટાળી શકતા નથી. જોકે હાલ ટમેટાની કિંમત એટલી વધારે છે કે દુકાનમાંથી રૂપિયાની ચોરીને બદલે ટામેટાની ચોરી થઈ શકે તેવો ભય વધી ગયો છે.

Tomato Prices: ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી

Tomato Prices: બનારસના એક શાકભાજીના વેપારીએ એવું કામ કર્યું છે જેના કારણે તે રાતોરાત દેશભરમાં ચર્ચામાં આવ્યો છે. ટમેટાના વધતા ભાવને લઈ દેશ પરના લોકોમાં ચિંતા છે. દિવસે ને દિવસે ટમેટાના ભાવ વધી રહ્યા છે જેના કારણે હાહાકાર મચી ગયો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી લોકો ટામેટા ખરીદવાનું ટાળી રહ્યા છે. પરંતુ દુકાનદાર ટમેટા પોતાની દુકાનમાં રાખવાનું ટાળી શકતા નથી. જોકે હાલ ટમેટાની કિંમત એટલી વધારે છે કે દુકાનમાંથી રૂપિયાની ચોરીને બદલે ટામેટાની ચોરી થઈ શકે તેવો ભય વધી ગયો છે. આવી સ્થિતિમાં આ દુકાનદારે ટામેટાની સુરક્ષા માટે બોડીગાર્ડ તૈનાત કર્યા છે. આ દ્રશ્ય જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. આ દુકાનદાર તેના બોડીગાર્ડ અને તેને ગ્રાહકોને આપેલી ચેતવણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો:

સોશિયલ મીડિયા પર આ દુકાનદારનો વિડીયો પણ વાયરલ થયો છે. દુકાનદારે પોતાની દુકાનમાં ટમેટા વેચવા માટે રાખ્યા તો છે પરંતુ તેની સુરક્ષા માટે બે બાઉન્સરને પણ દુકાનની બહાર ઉભા રાખ્યા છે. આ દ્રશ્ય જોઈને ગ્રાહકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. આ સાથે જ દુકાનદારે પોતાની દુકાન ઉપર કેટલાક પોસ્ટર પણ લગાડ્યા છે જેમાં ગ્રાહકો માટે સુચના લખવામાં આવી છે. દુકાનમાં લાગેલા પોસ્ટરમાં લખેલું છે કે ટમેટા અને મરચાને અડવું પણ નહીં... અન્ય એક પોસ્ટરમાં લખેલું છે પહેલા પૈસા પછી ટમેટા... આ દુકાનની આસપાસ લોકોની ભીડ જોવા મળે છે. 

દુકાન પાસે બાઉન્સર રાખનાર દુકાનદારનું કહેવું છે કે, ટમેટાના વધેલા ભાવોને લઈને લોકો મોલ ભાવ કરાવવાનું શરૂ કરે છે તેની દુકાનમાં આવીને પણ લોકો ટમેટા સસ્તામાં લેવા માટે મોલ ભાવ કરતા હતા તેથી આ સમસ્યાને દૂર કરવા માટે તેણે બાઉન્સર રાખી લીધા છે. ટમેટાના ભાવ 160 થી વધી ગયા છે તેવામાં આ વેપારીએ પોતાની દુકાન માટે સવારે 9 થી સાંજે 5 સુધી બાઉન્સર રાખી લીધા છે. 

સોશિયલ મીડિયા પર આ વિડીયો અને તસવીરો વાયરલ થતા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એ પણ આ વીડિયોને શેર કર્યો છે. સાથે તેના કેપ્શનમાં લખ્યું છે ભાજપ ટમેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news