Laxmi Puja 2022: લક્ષ્મીજીની કૃપા માટે તુલસીજીની કરો સેવા, ભગવાન વિષ્ણુના પણ રહેશે આર્શિવાદ

Laxmi Puja Vidhiસ્કંદ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણએ તુલસી માળા વિશે કહ્યું છે કે જે ભક્ત મને ભક્તિ ભાવપૂર્વક તુલસીની માળા નિવેદન કરે છે અને પછી મારા પ્રસાદ સ્વરૂપ તે માળાને ધારણ કરી લે છે તેના બધા દુખ દૂર થઇ જાય છે. L

Laxmi Puja 2022: લક્ષ્મીજીની કૃપા માટે તુલસીજીની કરો સેવા, ભગવાન વિષ્ણુના પણ રહેશે આર્શિવાદ

Lakshmi Pooja Vidhi: લક્ષ્મીજી ધન, ઐશ્વર્ય, સંપદા, સ્વાસ્થ્ય, સુખ, શક્તિ, ભોજન, વૈભવ, ધૈર્ય, મોક્ષ, પ્રેમ, સૌદર્ય અને કરૂણા પ્રદાન કરનાર દેવી છે. ત્રિદેવમાં ભગવાન વિષ્ણુની પત્ની હોવાના નાતે જ તેમને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. જ્યારે પણ આપણે લક્ષ્મીજીની પૂજાની વાત કરીએ છીએ તો આપણી સમક્ષ તુલસીનો વિચાર આવે છે. તુલસીના છોડ માતા લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે. તેમની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેના લીધે વિષ્ણુ જીને પણ તુલીસી પ્રિય છે. આપણા ધર્મમાં તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે. એટલા માટે લક્ષ્મી પૂજામાં તુલસીની માળા અવશ્ય રાખવામાં આવે છે. જે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે તેમને તુલસીની માલા અવશ્ય ગ્રહણ કરવી જોઇએ. 

તુલસીની પૂજાથી પ્રસન્ન થાય છે વિષ્ણુજી
સ્કંદ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણએ તુલસી માળા વિશે કહ્યું છે કે જે ભક્ત મને ભક્તિ ભાવપૂર્વક તુલસીની માળા નિવેદન કરે છે અને પછી મારા પ્રસાદ સ્વરૂપ તે માળાને ધારણ કરી લે છે તેના બધા દુખ દૂર થઇ જાય છે. એવામાં ભક્તોથી હું પ્રસન્ન થઇને તેમની મનોકામના પુરી કરું છું. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અથવા તે દેવી માનીને તેની ઉપાસના કરે છે નિત્ય જળ અર્પણ કરે છે તો તેના પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે. જો તમે તુલસીની માળા ગ્રહણ કરી લક્ષ્મીજીની ઉપાસના કરો છો તો તમારી તમામ મનોકામના પૂરી થાય છે અને ભગવાન વિષ્ણુ આર્શિવાદ પ્રદાન કરે છે. 

તુલસીનો છોડ દૂર કરે છે નકારાત્મક ઉર્જા
તુલસીના છોડને ઘરના આંગણે ઉગાડવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ તથા શાંતિનો પ્રવેશ થાય છે. જે ઘરમાં તુલસીના છોડ પર દરરોજ સવારે સ્નાન કર્યા બાદ જળ ચઢાવવામાં આવે છે અને સાંજે ઘીનો દીપક પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા સદૈવ રહે છે. એવા ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી અને ભંડાર હંમેશા ભરેલા રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS  તેની પુષ્ટિ કરતું નથી) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news