વારાણસીઃ બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદ્દુરનું નામાંકન કરાયું રદ્દ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા BSFના પૂર્વ જવાન તેજ બહાદ્દુરનું નામાંકન રદ્દ થતાં હવે તે ચૂંટણી નહીં લડી શકે, હવે સપા-બસપા ગઠબંધન તરફથી શાલિની યાદવ વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદીને ટક્કર આપશે
Trending Photos
નવી દિલ્હી/ વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સપા-બસપા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે નામાંકન કરનારા બીએસએફમાંથી સસ્પેન્ટ થયેલા જવાન તેજ બહાદ્દર યાદવનું નામાંકન રદ્દ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચૂંટણી અધિકારીએ તેજ બહાદ્દુરનું નામાંકન રદ્દ કરી નાખ્યું છે. હવે, સપા-બસપા ગઠબંધન તરફથી શાલિની યાદવ વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન મોદીને ટક્કર આપશે.
નામાંકન પત્રોમાં ભિન્નતા હતી
તેજ બહાદ્દુરે અપક્ષ તરીકે જે નામાંકન દાખલ કર્યું હતું તેમાં અને સપા તરફથી તેણે જે નામાંકન દાખલ કર્યું હતું બંનેમાં કેટલીક વિગતોમાં ભિન્નતા હતા. BSFમાંથી સસ્પેન્ડ કરાયાના સંદર્ભમાં બંને નામાંકન પત્રમાં અલગ-અલગ માહિતી આપવા અંગે ચૂંટણી પચ્ચ દ્વારા તેજ બહાદુરને નોટિસ ફટકારવામાં આવી હતી અને 24 કલાકમાં BSF પાસેથી NOC રજૂ કરવા જણાવાયું હતું.
તેજ બહાદ્દુરનો આરોપ
તેજ બહાદ્દુરે આરોપ લગાવ્યો છે કે, ભાજપ તેને ચૂંટણી લડતા રોકવા માગે છે. કેટલાક અધિકારીઓ ભાજપના ઈશારા પર કામ કરે છે. અંતિમ ક્ષણે સસ્પેન્ડ કરવાનું કારણ પુછવામાં આવી રહ્યું છે.
નામાંકન રદ્દ થવાનું કારણ
તેજ બહાદ્દુરે અપક્ષ ઉમેદવાર તરીકે જે નામાંકન પત્ર ભર્યું હતું તેમાં ભાગ-3(ક)ના ક્રમાંક-6માં સવાલ હતો કે, "શું અરજીકર્તાને ભારત સરકાર કે કોઈ રાજ્ય સરકાર અંતર્ગત પદ ધારણ કરવા દરમિયાન ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણે પદભ્રષ્ટ કરાયો છે?" તેના જવાબમાં હા, 19 એપ્રિલ, 2017 લખાયું હતું.
સપા ઉમેદવાર તરીકે દાખલ કરેલના નામાંકન પત્રમાં તેણે લખ્યું છે કે, 'ભુલથી' પ્રથમ નામાંકન પત્રના ભાગ-3 (ક)ના ક્રમાંક-6માં તેમણે 'ના'ના બદલે 'હા' લખી દીધું હતું. તેજ બહાદ્દુરે દાવો કર્યો છે કે, 19 એપ્રિલ, 2017ના રોજ તેને સસ્પેન્ડ કરાયો હતો, પરંતુ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પદભાર દરમિયાન ભ્રષ્ટાચાર વગેરેના કારણે તેને પદભ્રષ્ટ કરાયો નથી.
આમ, એક જ સવાલના બે જુદા-જુદા જવાબ આપવાના કારણે ચૂંટણી પંચ દ્વારા તેજ બહાદ્દુરનું નામાંકન પત્ર રદ્દ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે