હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સજાવવામાં આવ્યું પરિસર

મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની મધૂર ધૂન સાથે ભગવાન કેદારનાથના કપાટ સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગતગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ કપાટ ખોલ્યા.

હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સજાવવામાં આવ્યું પરિસર

ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના કપાટ મંગળવાર સવારે ખુલી ગયા. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. કેદારનાથ હરહર મહાદેવના જયકારથી ગૂંજી ઉઠ્યું. આ ખાસ અવસરે મંદિર પરિસરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. 

મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની મધૂર ધૂન સાથે ભગવાન કેદારનાથના કપાટ સવારે 6.20 વાગે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગતગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ કપાટ ખોલ્યા. આ અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા હતા. મંદિરના કપાટ ખુલ્યા બાદ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામમાં દર્શન કર્યા. 

— ANI (@ANI) April 25, 2023

શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના કપાટ ખુલવાની સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન જરૂરી બનાવ્યું છે. ઉત્તરાખંડ સરકારની વેબસાઈટ પર જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં બસ સ્ટેન્ડ પાસે જિલ્લા પર્યટન કેન્દ્ર પહોંચીને પણ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ માટે  આધારકાર્ડ જરૂરી હશે. 

— ANI (@ANI) April 25, 2023

ઉત્તરાખંડ સરકારના જણાવ્યાં મુજબ ચારધામ જાત્રા માટે અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કોરોના મહામારી બાદ ચારધામ યાત્રા શરૂ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોતા ઉત્તરાખંડ સરકાર પણ ખુશમાં છે. આ ધાર્મિક પર્યટનથી ઉત્તરાખંડ સરકારને સારું રાજસ્વ પ્રાપ્ત થશે. 

— ANI (@ANI) April 25, 2023

હેલિકોપ્ટરથી કરી શકો છો કેદારનાથ યાત્રા
જો તમે કેદારનાથ ધામ ધૂમવા માંગતા હોવ તો IRCTC તમારા માટે એક ગૂડન્યૂઝ પણ લાવ્યું છે. હવે તમે હેલિકોપ્ટરથી કેદારનાથ ધામના દર્શન કરી શકો છો. આ પ્રોગ્રામનું નામ હેલીયાત્રા રાખવામાં આવ્યું છે. જેના દ્વારા યાત્રીઓને હેલિકોપ્ટરથી કેદારનાથ ધામ પહોંચાડવામાં આવશે. 

હેલિકોપ્ટરની સુવિધા સેરસી, ફાટા અને ગુપ્તકાશિથી શરૂ કરાઈ છે. રાહતની વાત એ છે કે કેદારનાથ માટે આ હેલિકોપ્ટરયાત્રા તમને સસ્તી પડશે. 1 મેથી 7 મે વચ્ચે યાત્રા કરવા માટે બુકિંગ વીન્ડો ઓપન કરાઈ છે. ત્યારબાદ યાત્રાના બુકિંગ માટે IRCTC દ્વારા જણાવવામાં આવશે. કેદારનાથ ધામ માટે આ વખતે 9 હેલી સેવાઓ ઉડાણ ભરશે. આ હેલી સેવાઓ કેદારઘાટી પહોંચવા લાગી છે. 25 એપ્રિલથી તે સંચાલિત તશે આ વખતે 90 ટકા ઓનલાઈન ટિકિટ બુક  થશે. યાત્રી IRCTC ની વેબસાઈટ  http://heliyatra.irctc.co.in પર પોતાની હેલી ટિકિટ બુક કરાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news