લવ જેહાદ પર લગામ લગાવતા યુપી સરકારના વટહુકમને રાજ્યપાલની મંજૂરી, આજથી લાગુ 

ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આથી આ વટહુકમ લાગુ થતા નવો કાયદો આજથી યુપીમાં અમલી આવી ગયો છે. 

લવ જેહાદ પર લગામ લગાવતા યુપી સરકારના વટહુકમને રાજ્યપાલની મંજૂરી, આજથી લાગુ 

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં લવ જેહાદ (Love Jihad) વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રાજ્યપાલ આનંદીબેન પટેલે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ આથી આ વટહુકમ લાગુ થતા નવો કાયદો આજથી યુપીમાં અમલી આવી ગયો છે. 

અત્રે જણાવવાનું કે ગત મંગળવાર એટલે કે 24 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યપાલ પાસે પાસ કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. વટહુકમ મુજબ દગો કરીને ધર્મ બદલાવવા બદલ 10 વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત સહમતિથી ધર્મ વરિવર્તન માટે જિલ્લાધિકારીને બે મહિના પહેલ સૂચના આપવાની રહેશે. 

— ANI UP (@ANINewsUP) November 28, 2020

ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે તેઓ લવ જેહાદ પર નવો કાયદો લાવશે. જેથી કરીને લાલચ, દબાણ, ધમકી કે ભ્રમિત કરીને લગ્ન કરવાની ઘટનાઓને અટકાવી શકાય. 

યુપી સરકારના વટહુકમ મુજબ જબરદસ્તી કે દગાથી ધર્મ પરિવર્તન માટે 15,000 રૂપિયાના દંડની સાથે 1-5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જો SC-ST સમુદાયની સગીરાઓ અને મહિલાઓ સાથે આવી ઘટના ઘટે તો 25,000 રૂપિયા સુધીનો દંડ અને 3-10 વર્ષની જેલની સજા થશે. 

યુપી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે યુપી કેબિનેટ ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ 2020 લાવી છે. જે યુપીમાં કાયદો વ્યવસ્થા સામાન્ય રાખવા માટે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે જરૂરી છે. 24 નવેમ્બરના રોજ તેમણે કહ્યું હતું કે તાજેતરમાં 100થી વધુ ઘટનાઓ સામે આવી હતી. જેમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનના કેસ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે છળ કપટ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યુ છે તેવું જોવા મળ્યું હતું. 

વટહુકમ મુજબ ધર્મ પરિવર્તન ઈચ્છુક લોકોએ નિર્ધારીત પ્રારૂપ પર જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવી પડશે. જેના ભંગ બદલ 6 મહિનાથી 30 વર્ષની સજા અને દંડની રકમ 10,000 રૂપિયાથી ઓછી ન હોવાની જોગવાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news