UP માં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને ગંગા સ્નાન કરવા લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી, 22ના દર્દનાક મોત
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના ઘટી છે. કાસગંજના સીએમઓ રાજીવ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5 લોકોને અહીં સારવાર માટે ખસેડાયા છે જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. ઘટનાસ્થળે ભારે ભીડ ભેગી થઈ છે.
Trending Photos
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના ઘટી છે. જૈથરાથી ગંગા સ્નાન કરવા શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી એક ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને તળાવમાં ખાબકી. પ્રાપ્ત માહિતી મુજબ રસ્તા પર એક કારને બચાવવા જતા ટ્રેક્ટર ચાલકે સંતુલન ગુમાવ્યા અને ગ્રામીણોથી ભરેલું આ ટ્રેક્ટર રસ્તાને કિનારે તળાવમાં જઈને ખાબક્યું. જેમાં સાત બાળકો અને આઠ મહિલાઓ સહિત 22 લોકોના મોતના સમાચાર છે.
અત્યાર સુધીમાં 22 લોકોના મોત
કાસગંજના સીએમઓ રાજીવ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5 લોકોને અહીં સારવાર માટે ખસેડાયા છે જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. ઘટનાસ્થળે ભારે ભીડ ભેગી થઈ છે. ઘટનાથી કોહરામ મચ્યો છે. સૂચના મળતા જ ટોચના અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ ચાલુ છે.
#UPDATE | CMO Kasganj, Rajiv Agrawal says, "22 deaths reported in Kasganj accident, five people are admitted here and two have been discharged...Around 10 people are injured..." pic.twitter.com/AqHFPPt8r9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2024
મળતી માહિતી મુજબ કાસગંજના પટિયાલી દરિયાવગંજ માર્ગ પર શનિવારે સવારે એક ટ્રેક્ટર ટ્રોલી લોકોને ગંગા સ્નાન કરાવવા લઈ જઈ રહ્યું હતું. ટ્રોલીમાં 35 લોકો સવાર હોવાનું કહેવાય છે. જેમાંથી હાલ 22 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ છે. અચાનક સામે કાર આવી ગઈ તો ટ્રેક્ટર ચાલક કારને બચાવવા જતા સંતુલન ગુમાવી બેઠો અને ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું. અકસ્માતમાં ટ્રોલીમાં સવાર અનેક લોકો મોતના મોઢામાં જતા રહ્યા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનપદ કાસગંજમાં થયેલા અકસ્માતને ગંભીરતાથી લઈને ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા વળતર અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાના નિર્દેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે