ભારતની સામે ઘણા ખતરા, કોવિડ-19 સામે લડવામાં જોવા મળી આપણી સામુહિક ક્ષમતાઃ બિપિન રાવત


રાવતે કહ્યું કે, આપણી પાસે ઉચ્ચ-ક્ષમતા વાળા સ્વદેશી હથિયારોનું ઉત્પાદન કરવાની ક્ષમતા અને ઈચ્છાશક્તિ છે. 
 

 ભારતની સામે ઘણા ખતરા, કોવિડ-19 સામે લડવામાં જોવા મળી આપણી સામુહિક ક્ષમતાઃ બિપિન રાવત

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, આપણે આત્મનિર્ભર બનીને વિશ્વ માટે કંઇક સારૂ કરવા ઈચ્છીએ છીએ. આ દિશામાં કેટલાક નીતિગત સુધાર કરવામાં આવ્યા છે, જેમ કે 101 રક્ષા સામાનોની આયાત પર પ્રતિબંધ. અમે વાર્ષિક બજેટનો એક મોટો ભાગ માત્ર ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી પાસેથી ખરીદી માટે રાખ્યો છે. આ વર્ષે તે 52,000 કરોડ રૂપિયા હશે. અમે માત્ર મેક ઇન ઈન્ડિયા નહીં, મેક ફોર વર્લ્ડનો ગોલ હાસિલ કરવા ઈચ્છીએ છીએ. આ વાત તેમણે આત્મનિર્ભર ભારત પર આયોજીત વેબિનારમાં કહી હતી. આ સેમિનારમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. 

આત્મનિર્ભર ભારતને સમર્થન આપવા માટે દ્રઢ છે ભારતીય સેનાઃ સીડીએસ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, ભારતે કોરોના વાયરસનો જે રીતે મુલાબલો કર્યો, તેનાથી આવી કોઈપણ અનપેક્ષિત ઘટનાને દૂર કરવાની આપણી મજબૂત ક્ષમતા દેખાડી છે. તેમણે કહ્યું કે, ભારત આજે ઘણા પડકાર અને ખતરાનો સામનો કરી રહ્યું છે. 

— ANI (@ANI) August 27, 2020

રાવતે કહ્યું કે, આપણી પાસે ઉચ્ચ-ક્ષમતા વાળા સ્વદેશી હથિયારોનું ઉત્પાદન કરવાની ક્ષમતા અને ઈચ્છાશક્તિ છે. સરકાર તરફથી દેખાડવામાં આવેલા સાચા માર્ગ અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને આગળ વધારવાની સાથે, હવે સમય છે કે આપણે આત્મનિર્ભર બનીએ અને રક્ષા સાધનોના શુદ્ધ નિકાસકર્તા બનીએ. 

COVID-19 in UP: કોરોનાના ભરડામાં યોગી સરકાર, નવમાં મંત્રી થયા સંક્રમિત

તેમણે કહ્યું કે, ભારતીય સેનાઓ 'આત્મનિર્ભર ભારત'નું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં વિકસીત ટેકનિક અને સાધનોની સાથે યુદ્ધમાં જીતવાધી વધુ સંતોષ અમને બીજો કોઈ હશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news