બદલીથી નાખુશ PSI પોલીસ સ્ટેશન જવા દોડતા નિકળ્યા, રસ્તામાં થઇ ગયા બેહોશ અને...
ઇટાવા જિલ્લામાં ટ્રાન્સફર મુદ્દે બળવો કરનારા પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
Trending Photos
ઇટાવા : ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લામાં ટ્રાન્સફર મુદ્દે બળવો કરનારા પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ લાઇનમાં ફરજ પર રહેલા ઇન્સપેક્ટર વિજય પ્રતાપની બિઠોલી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. આ આદેશની વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવા માટે પ્રતાપે પોલીસ લાઇનથી બિઠોલી સ્ટેશન સુધી દોડતા જવાનો નિર્ણય લીધો હતો. બિઠોલીથી પોલીસ લાઇનનું અંતર 65 કિલોમીટર થાય છે. જો કે પ્રતાપ 65 કિલોમીટર દોડીને પહોંચે તે પહેલા અધવચ્ચે જ તેઓ બેહોશ થઇને ઢળી પડ્યા હતા. ત્યાર બાદ ઉતાવળમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ હવે પોલીસ મહેકમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેંડ કરી દીધા છે.
સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી
ટ્રાન્સફરથી નારાજ પ્રતાપે વિરોધ કરવા માટે 65 કિલોમીટરની દોડ લગાવી હતી. પ્રપાતનું કહેવું છે કે ઇટાવા પ્રતિસાર નિરીક્ષણ અધિકારીએ પોતાનાં અધિકારોનો દુરૂપયોગ કરતા મારી બદલી કરી દીધી છે. જ્યારે એસએસપી મહોદયે મને પોલીસ લાઇનમાં જ રોકાવા માટે જણાવ્યું હતું. જો કે બિઠોલી પોલીસ સ્ટેશન સુધીની દોડમાં અધવચ્ચે જ બેહોશ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરપ આ મુદ્દે તેમને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે