લોકસભા: સપા નેતા આઝમ ખાનના આપત્તિજનક નિવેદન પર હંગામો, BJPએ કહ્યું 'માફી માંગો'

લોકસભામાં આઝમ ખાનના સ્પીકરની ચેર પર બિરાજમાન ભાજપના નેતા રમા દેવી વિરુદ્ધ આપત્તિજનક ભાષાના ઉપયોગ પર હોબાળો મચી ગયો.

લોકસભા: સપા નેતા આઝમ ખાનના આપત્તિજનક નિવેદન પર હંગામો, BJPએ કહ્યું 'માફી માંગો'

નવી દિલ્હી: લોકસભામાં આઝમ ખાનના સ્પીકરની ચેર પર બિરાજમાન ભાજપના નેતા રમા દેવી વિરુદ્ધ આપત્તિજનક ભાષાના ઉપયોગ પર હોબાળો મચી ગયો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આઝમ ખાને મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. આ વાત કરવાની યોગ્ય રીત નથી. રમા દેવીએ પણ આઝમ ખાનના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી. જેના પર આઝમ ખાને કહ્યું કે મારું લાંબુ જાહેર જીવન રહ્યું છે. જો મારી ભાષા ગેરબંધારણીય હોય તો હું મારી લોકસભા સદસ્યતાથી રાજીનામું આપવા તૈયાર છું. સપા નેતા અખિલેશ યાદવે જો કે તેમનો બચાવ કરતા કહ્યું કે આઝમ ખાનની ભાવનાઓ ખરાબ નથી. આઝમ ખાને કહ્યું કે રમા દેવી મારા બહેન જેવા છે. 

— ANI (@ANI) July 25, 2019

વાત જાણે એમ હતી કે જ્યારે રમા દેવી સ્પીકરની ચેર પર બિરાજમાન હતાં ત્યારે આઝમ ખાને કહ્યું કે "તમે મને એટલા સારા લાગો છો કે મારું મને કરે છે કે તમારી આંખોમાં આંખો પરોવીને જોતો રહું." ભાજપે આ નિવેદન પર વિરોધ વ્યક્ત કરતા આઝમ ખાનને માફી માંગવાનું કહ્યું. કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાને માફી માંગવી જોઈએ. 

વાત જાણે એમ હતી કે આઝમ ખાન સદનમાં બોલી રહ્યાં હતાં ત્યારે તેમણે એક શેર સંભળાવ્યો. તુ ઈધર ઉધર કી બાત ન કર, યે બતા કે કાફલા ક્યો લૂંટા? જેના પર સ્પીકરની ચેર પર બિરાજમાન રમા દેવીએ કહ્યું કે તમે પણ આમ જોઈને વાત કરો. જેના પર આઝમ ખાને આ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. સ્પીકર રમા દેવીએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારી નાની બહેન જેવી છું. આ બોલવાની યોગ્ય રીત નથી. આઝમ ખાને કહ્યું કે તમે ખુબ પ્યારા છો. મારી પ્યારી બહેન છો તમે. 

જુઓ LIVE TV

જેના પર ભાજપ તરફથી મંત્રી અર્જૂન મેઘવાલે આઝમ ખાનની વાતનો વિરોધ કરતા કહ્યું કે આઝમ ખાન તમે તમારા શબ્દો પાછા ખેંચો. રવિશંકર પ્રસાદે પણ આઝમ ખાનના નિવેદનનો વિરોધ કર્યો. ત્યારબાદ તો સંસદમાં જાણે હોબાળો મચી ગયો. 

રવિશંકર પ્રસાદે કહ્યું કે આઝમ ખાન માફી માંગે. તેમણે મહિલા સ્પીકરનું અપમાન કર્યું છે. અર્જૂન મેઘવાલે કહ્યું કે આઝમ ખાનના શેરમાં કુટિલતા છલકે છે. માફી માંગવી જોઈએ. બાબુલ સુપ્રીયોએ કહ્યું કે આઝમ ખાને એટલું વાહિયાત કહ્યું કે હું તે દોહરાવવા માંગતો નથી. 

આઝમ ખાનના મુદ્દે હોબાળા વચ્ચે અખિલેશ યાદવે સરકારી પક્ષના લોકો તરફ જોતા કહ્યું કે સામે બેઠેલા લોકો બદતમીઝ છે. જેના પર સ્પીકરે કહ્યું કે અખિલેશજી તમે જે શબ્દો કહ્યાં તે યોગ્ય છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news