મુઝફ્ફરનગર શેલ્ટર હોમ રેપ કેસ : પીડિત બાળકીઓને નગ્ન કરીને ટીચર સાથે સુવા પડાતી હતી ફરજ
હાલમાં આ રેપ કેસનો વિવાદ ભારે ચર્ચામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી મુઝફ્ફરનગર શેલ્ટર હોમમાં બાળકીઓ સાથેના દુષ્કર્મ કરવામાં આવતું હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. અહીં 40 કરતા વધારે સગીર બાળકીઓ દુષ્કર્મનો ભોગ બની હોવાની ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. એક સુત્રએ ઝી મીડિયાને આપેલી માહિતી પ્રમાણે આ બાળકીઓને લેડી ટીચર કિરણ પોતાની સાથે નગ્ન થઈને સુવાની ફરજ પાડતી હતી. હાલમાં ઓથોરિટીએ એક ગાયબ બાળકીના મૃતદેહને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આરોપ છે કે વધારે પડતા મારને કારણે બાળકીનું મોત થઈ ગયું હતું અને તેના મૃતદેહને પરિસરમાં જ દાટી દેવામાં આ્વ્યો છે.
હકીકતમાં એક પીડિત બાળકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પરિસરમાં જ એક બાળકીનો મૃતદેહ દટાયેલો છે. આ નિવેદનના પગલે બાલિકા ગૃહમાં ખોદકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખોદકામ માટે નિગમના અધિકારીઓ જેસીબી સાથે બાલિકા ગૃહ પહોંચ્યા છે અને મેજિસ્ટ્રેટની દેખરેખમાં ચાર મજૂરો ખોદકામ કરશે. આ સિવાય મહિ્લા અધિકારીઓની ટીમ પણ હાજર રહેશે અને સમગ્ર ખોદકામની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
આ સિવાય બાલિકા ગૃહમાંથી 6 બાળકીઓ ગાયબ છે જેને બાલિકા ગૃહે ભાગેડુ જાહેર કરી છે. જોકે, પોલીસને બાલિકા ગૃહની થિયરી પણ વિશ્વાસ નથી. આરજેડી પ્રવક્તા ભાઈ વીરેન્દ્રએ મુઝફ્ફરપુર બાલિકા વિકાસ ગૃહ મામલામાં સીબીઆઇ તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે આ મુદ્દો આરજેડી વિધાનસભામાં ઉઠાવશે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે છ બાળકીઓની હત્યા કરી તેમની લાશને સંતાડી દેવામાં આવી છે.
તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની ટીમ કોશિશે બાળકીઓ સાથેના યૌનશોષણ અને હિંસાનો ખુલાસો કર્યો હતો. આ મામલામાં પોસ્કો કોર્ટે મેજિસ્ટ્રેટની નિયુક્તિનો આદેશ આપ્યો છે. આ સાથે જ યૌનશોષણનો ભોગ બનેલી મૃત બાળકીઓનું શબ શોધવાનો પણ આદેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે