UP: આતંકીઓના નિશાના પર હતું Ram Mandir, ATSએ કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત
Ram Mandir On Target Of Terrorists: આતંકીઓ ઝડપાયા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય જાહેર અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉથી ઝડપાયેલા આતંકીઓ (Terrorists Arrested In Lucknow) ની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. યૂપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના રામ મંદિરની આસપાસની રેકીના નક્શા મળ્યા છે. આ સિવાય કાશી અને મથુરાના પણ ધાર્મિક સ્થળોના નક્શા એટીએસને આતંકીઓ પાસેથી મળ્યા છે. નક્શામાં અલગ-અલગ પોઈન્ટ દર્શાવવામાં આવ્યા છે. ગોરખપુરના એક વિસ્તારની માહિતી પણ એટીએસને આતંકીઓ પાસેથી મળી છે.
એટીએસને હાથ લાગી મહત્વની જાણકારી
આ સાથે ઉત્તર પ્રદેશના ઘણા મોટા શહેરના જાહેર અને ધાર્મિક સ્થળોની વિગત પણ ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી મળી આવી છે. એટીએસને ટેલીગ્રામ, વીડિયો કોલ, વોટ્સએપ કોલ અને ચેટની માહિતી પણ હાથ લાગી છે.
આ પણ વાંચો- Weather News: પહાડી વિસ્તારોમાં પૂરના હાલાત, જ્યારે યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ
કસ્ટડીમાં લેવામાં આવ્યા અનેક શંકાસ્પદો
મહત્વનું છે કે એટીએસે છેલ્લા 24 કલાકમાં 1 ડઝનથી વધુ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ કરવામાં આવી છે. કાનપુરના કેટલાક યુવાનો પણ આ ગેંગમાં સામેલ છે અને સકંરિય રૂપથી આતંકીઓના સંપર્કમાં છે. એટીએસની ટીમે ચમનગંજના પેંચબાગ અને જાજમઉમાં દરોડા પાડી ચાર યુવકોને કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ ચાલી રહી છે. એટીએસની 3 ટીમો હજુ કાનપુરમાં છે. એટીએસ કેટલાક દસ્તાવેજ પણ કાનપુરથી લખનઉ લાવી છે.
આ શહેરોને આતંકીઓ બનાવી ચુક્યા છે નિશાન
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન મુઝાહિદીન, બૂજી અને ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયાના આતંકીઓ પ્રેશર કુકરનો ઉપયોગ કરતા હતા. 23 નવેમ્બર 2007ના લખનઉ, ફૈઝાબાદ અને વારાણસીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બધામાં ટિફિન બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ધમાકાને ઈન્ડિયન મુઝાહિદ્દીન અને હૂજીના આતંકીઓએ મળીને અંજામ આપ્યો હતો.
લખનઉમાં આતંકીઓ ઝડપાયા બાદ વારાણસીમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી ક્ષેત્રની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ઘાટ અને જાહેર સ્થળો પર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. 15 જુલાઈએ પ્રધાનમંત્રી મોદી વારાણસી જવાના છે. પીએમના પ્રવાજને જોતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે