UP Election 2022: આજે ગોરખપુરમાં ઉમેદવારી નોંધાવશે સીએમ યોગી, અમિત શાહ રહેશે હાજર

UP Election 2022: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગોરખપુર શહેર વિધાનસભા ક્ષેત્રથી ઉમેદવારી નોંધાવશે. તેમની ઉમેદવારીને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. 
 

UP Election 2022: આજે ગોરખપુરમાં ઉમેદવારી નોંધાવશે સીએમ યોગી, અમિત શાહ રહેશે હાજર

ગોરખપુરઃ UP Election 2022, CM Yogi Nomination: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગોરખપુર શહેર વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવારના રૂપમાં ઉમેદવારી પત્ર દાખલ કરશે. તેમની ઉમેદવારીને ધ્યાનમાં રાખી પ્રદેશના પદાધિકારીઓનો ગોરખપુરમાં જમાવડો થઈ ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉમેદવારી નોંધાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તથા પ્રદેશ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેસ સિંહની હાજરીમાં એક જનસભાને સંબોધિત કરશે. 

મહારાણા પ્રતાપ ઇન્ટર કોલેજમાં ભાજપના કાર્યકર્તા સંમેલનમાં શહેરના વિવિધ વર્ગોના 1000 પ્રતિનિધિ ચૂંટણી પંચના નિર્દેશોનું પાલન કરતા જનસભામાં સામેલ થશે. આ એક હજાર લોકોમાં શિક્ષણવિદ, ચિકિત્સક, સામાજિક કાર્યકર્તા, ઉદ્યમી, વેપારી, વકીલો સહિત વિવિધ સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ સામેલ થશે. 

આ ચૂંટણી જનસભાનું પ્રસારણ સોશિયલ મીડિયા પર પણ કરવામાં આવશે. જનસભામાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ શુક્રવારે સવારે સીધા જનસભા સ્થળ પર પહોંચશે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરમાં શિવાવતારી ગુરૂ ગોરખનાથનું પૂજન અને બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથ તથા બ્રહ્મલીન મહંત અવેદ્યનાથના આશીર્વાદ લઈને સીધા કલેક્ટર કચેરીમાં ADM ફાયનાન્સ એન્ડ રેવન્યુ કોર્ટ (રૂમ નંબર 24) માં ઉમેદવારી કર્યા બાદ જનસભા સ્થળ પહોંચશે. 

જનસભા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન તથા સ્વતંત્ર દેવ સિંહ સહિત અન્ય મોટા નેતા ગોરખનાથ મંદિર જશે. મુખ્યમંત્રી ઉમેદવારી નોંધાવવાના હોવાથી તંત્રએ વ્યાપક વ્યવસ્થા કરી છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભામાં ભાગ લેનારા વાહનોના પાર્કિંગ માટે દીન દયાલ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જૂના કોમર્શિયલ બિલ્ડિંગમાં વાહનોનું પાર્કિંગ કરવામાં આવશે. લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે ભાજપના કાર્યકરો અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોની ફરજ પર લગાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news