ઉત્તરપ્રદેશઃ લોકસભા ચૂંટણીની હારની ઠીકરો સ્થાનિક નેતાઓ ટોચના નેતાઓ પર ફોડ્યો
જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતા હેઠળ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના થયેલા પરાજય અંગે ચર્ચા-વિચારણા કરવા માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ વચ્ચે એકબીજા પર આરોપબાજી શરૂ થઈ ગઈ હતી
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં થયેલા કોંગ્રેસના પરાજયની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશના કેટલાક નેતાઓ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થઈ ગયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેટલાક નેતાઓએ ટિકિટની વહેંચણીના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને રાજ્યમાં પરાજયનો ઠીકરો કોંગ્રેસના સિનિયર નેતાઓના માથે ફોડ્યો હતો.
ચૂંટણી માટે બનાવાયેલા વિશેષ કક્ષ 15, ગુરૂદ્વારા રકબગંજ રોડ ખાતે કોંગ્રેસના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મીટિંગ પુરી થઈ ગયા પછી બહારના ભાગમાં પણ આ નેતાઓ વચ્ચે દલીલબાજી ચાલુ રહી હતી.
#WATCH: Argument between Congress leaders from Western Uttar Pradesh following a review meeting in Delhi on election results in UP; a Congress leader says, "it's our internal matter". pic.twitter.com/HUPt5uih2R
— ANI (@ANI) June 11, 2019
પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી એવા સિંધિયાની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દેશના અનેક મોટા રાજ્યમાં કારમી હારનો સામનો કર્યો હતો અને તેણે માત્ર 52 સીટ જીતી હતી. ઉત્તરપ્રદેશમાં માત્ર 1 જ બેઠક કોંગ્રેસ જીતી શકી હતી.
આ સાથે જ વિવિધ રાજ્યોમાં પણ યોજાયેલી સમીક્ષા બેઠકો દરમિયાન કોંગ્રેસના નેતાઓ અંદરો-અંદર બાખડી પડ્યાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 25 મેના રોજ કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં રાજીનામું આપી દીધું હતું. જોકે, સમિતિ દ્વારા તેમનું રાજીનામું ફગાવી દેવાયું હતું, પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડી દેવાની જીદ પર અડેલા છે.
આ વર્ષે હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આથી કોંગ્રેસના અંદર એક એવી ચર્ચા ચાલી રહી છે કે, જો રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદ તરીકે રહેવાનો ઈનકાર કરે તો નિર્ણય લેવા માટે પાર્ટીમાં એક વચગાળાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે