ગાયોને કપાવા પણ નહી દઇએ, ખેડૂતોના પાકને પણ નુકસાન નહી થાય: યોગી
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે અલીગઢ પહોંચીને 1135 કરોડની 352 યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા
Trending Photos
અલીગઢ : ઉત્તરપ્રદેશના (utter pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (UP CM Yogi Adityanath) શનિવારે અલીગઢ (Aligarh) પહોંચીને 1135 કરોડની 352 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ (CM Yogi) વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ગત્ત સરકારો લાપરવાહી અને ઉદાસીનતાને કારણે અલીગઢે તાળુ અને હાર્ડવેર ઉદ્યોગ બંધ થવા લાગ્યા હતા. જો કે અમારી સરકારે ફરીથી અલીગઢ પ્રદેશમાં ચમકશે. તેમણે કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે ગાયોને (Cow) કપાવા નહી દઇએ અને તેમને ખેડૂતોનાં પાકને (Crops) નુકસાન પણ નહી પહોંચાડવા દઇએ.
સંઘ અંગે બંધાયેલી ખોટી ધારણાઓને ધુર કરવા RSS ચીફની વિદેશી મીડિયા સાથે મન કી બાત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ( Yogi Aditynath) કહ્યું કે, ઓડીઓપીથી ઉદ્યોગોને ઉત્તેજન મળશે. અમે અલીગઢનાં તાલા-હાર્ડવેર ઉદ્યોગને તેની સાથે જોડ્યો કારણ કે અહીના લોકોને નવી ઓળખ મળી શકે. અહીના લોકોને રોજગાર મળી રહે. અલીગઢને (Aligarh) ઓળખ અપાવવા માટે પૂર્વની સરકારોએ કંઇ જ નથી કર્યું. તેમણે કહ્યું કે, યુપી સરકાર (UP Government) ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું જેથી પ્રદેશમાં રોકાણ વધી શકે. જેથી પ્રદેશનાં નવયુવાનોને નોકરી અને રોજગાર મળી શકે. તેમને બહાર માઇનગ્રન્ટ ન થવું પડે.
હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ
મુખ્યમંત્રીએ (UP CM) કહ્યું કે, ડિફેન્સ કોરિડોરના (Defence corridor) પ્રદેશમાં જે 6 કેન્દ્ર બનશે તેમાં એક કેન્દ્ર અલીગઢ (Aligarh) પણ હશે. અહી પણ સંરક્ષણ ઉત્પાદન અંગે (defence production) ઉદ્યોગ (Industry) બનશે. તેમણે કહ્યું કે, સોનભદ્રમાં કોંગ્રેસે (Congress) ગરીબો અને આદિવાસીઓની પરંપરાગત જમીનને નકલી સોસાયટી બનાવીને લુટી. અમારી સરાકર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ અનુસાર હવે તેમને તેમના હકો અપાવી રહ્યા છીએ.
પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રદેશમાં અમારી સરકાર બનતા જ અમે અલીગઢનાં બિનકાયદેસર સ્લટર હાઉસને બંધ કરાવ્યા. પહેલા સરકારે તેમની સાથે હોતી, લોકોને કાયદાનો ભય નહોતો. અમે નિરાશ્રિત ગોવંશના સંરક્ષણ માટે પોતાની એક યોજના લાગુ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારોમાં તોફાનો થતા હતા અને તહેવાર આનંદના બદલે માતમમાં બદલી જતા હતા. જો કે, આજે અમારા અઢી વર્ષના કાર્યકાળમાં એક પણ તોફાન નથી થયું, લોકો હર્ષોલ્લાસ સાથે પોતાના તહેવારી ઉજવી રહ્યા છે.
રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ
અલીગઢમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજામહેન્દ્ર પ્રતાપ સિંહના નામે એક નવી યુનિવર્સિટી જાહેરાત કરી. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહે પોતાની સંપુર્ણ સંપત્તી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નામે કરી હતી. અનેક વખથ રાજા મહેન્દ્રસિંહના નામે AMUમાં રાજનીતિ થતી આવી છે. આ પહેલીવાર હશે જ્યારે અલીગઢમાં એક અને યુનિવર્સિટી સમાંતર રીતે ચાલશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી બજેટમાં અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપનાં નામે સ્ટેટ યુનિવર્સિટીની સ્થાપના થશે. તેમણે કહ્યું કે, હવે ભારતની સંસ્થાઓમાં ભારતની જનતા દ્વારા આપવામાં આવનારા ટેક્સ ભરવા અને સંસ્થાઓ અને કાશ્મીરમાં કોઇ પાકિસ્તાન ઝિંદાબાદના નારા નહી લગાવી શકે. કલમ 370 રદ થવી તેનું જ પ્રમાણ છે. તેમણે કહ્યું કે, સદીઓથી જે ત્રિપલ તલાકના દંશથી મહિલાઓને પરેશાન કરવામાં આવતી હતી મોદી સરકારે તેમને તેમાંથી છુટકારો અપાવ્યો છે. ત્રિપલ તલાકની કુપ્રથાન અંગે જોરદાર પ્રહાર કરીને વડાપ્રધાને સમગ્ર દેશમાં બેટી બચાઓ, બેટી પઢાઓનો સંદેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે