Afg vs Zim: ટી20 ક્રિકેટમાં નવો કરિશ્મા, આ બે બેટ્સમેનોએ સતત 7 બોલમાં ફટકાર્યા 7 છગ્ગા

અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ પણ 18 બોલમાં 38 રન બનાવ્યા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં જારદાન અને નબીએ મળીને સતત 7 બોલમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.

Afg vs Zim: ટી20 ક્રિકેટમાં નવો કરિશ્મા, આ બે બેટ્સમેનોએ સતત 7 બોલમાં ફટકાર્યા 7 છગ્ગા

નવી દિલ્હીઃ Afghanistan vs Zimbabwe: બાંગ્લાદેશમાં રમાઇ રહેલી ત્રિકોણીય સિરીઝમાં ટીમે પ્રથમ મેચ રમતા 20 ઓવરમાં 5 વિકેટ પર 197 રન બનાવ્યા હતા. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. અફઘાનિસ્તાન તરફથી નજીબુલ્લાહ જારદાને તોફાની ઈનિંગ રમી અને 30 બોલમાં અણનમ 69 રન બનાવ્યા હતા. તેણે 230ની સ્ટ્રાઇક રેટથી રન બનાવતા પોતાની ઈનિંગમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 

તો અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ પણ 18 બોલમાં 38 રન બનાવ્યા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં જારદાન અને નબીએ મળીને સતત 7 બોલમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચની પ્રથમ ઈનિંગની 17મી ઓવરમાં તંદઈ ચતારાની ઓવરમાં નબીએ ત્રીજા, ચોથા, પાંચમાં અને છઠ્ઠા બોલે છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ આગામી ઓવર એટલે કે 18મી ઓવરના પ્રથમ, બીજા અને ત્રીજા બોલ પર જાદરાને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે બંન્ને બેટ્સમેનોએ મળીને સાત બોલમાં સાત સિક્સ ફટકારી હતી. જાદરાન અને નબીએ મેચમાં 41  બોલ પર 107 રનની ભાગીદારી પણ કરી હતી. 

અફઘાનિસ્તાન તરફથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં ટીમના ઓપનરરહમાનુલ્લાહ ગુરબાજે 42 રન, હઝરતુલ્લાહ ઝઝઈએ 13 રન, નજીત તારાકઈએ 14 અસગર અફઘાને 14 રનનું યોગદાન આપ્યું હતું. તો ઝિમ્બાબ્વે તરફથી તેંદઈ ચતારા તથા સીન વિલિયમ્સે બે-બે જ્યારે એશ્લેને એક વિકેટ મળી હતી. આ મુકાબલામાં ઝિમ્બાબ્વેની ટીમને જીત માટે 198 રનનો લક્ષ્ય મળ્યો પરંતુ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 169 રન બનાવી શકી હતી. આ રીતે અફઘાનિસ્તાને 28 રને વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ સતત 8મી ટી20 મેચ જીતી છે. નજીબુલ્લાહ જારદાનને શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news