Rahul Gandhi એ લખ્યું- ''સાચા રામ ભક્ત આવું ન કરી શકે'', યોગીએ આપ્યો વળતો જવાબ
રાહુલ ગાંધીના આરોપ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે. સીએમ યોગીએ લખ્યુ કે, પ્રભુ શ્રીરામની પ્રથમ શીખ છે- સત્ય બોલવું.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગાઝિયાબાદમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ સાથે કથિત મારપીટ અને બળજબરી પૂર્વક ધાર્મિક નારા લગાવવાના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાયા છે. રાહુલ ગાંધીએ આ મામલામાં ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પલટવાર કર્યો છે.
શું છે મામલો
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ ચાર અજાણ્યા લોકો પર ગાઝિયાબાદમાં સુમસામ પડેલા એક મકાનમાં લઈ જઈ તેને જય શ્રીરામના નારા લગાવવા માટે મજબૂર કરવા, માર મારવા અને દાઢી કાપવાનો આરોપ લગાવ્યો છે. ગાઝિયાબાદ પોલીસે આ આરોપોને નકારી દીધા છે.
प्रभु श्री राम की पहली सीख है-"सत्य बोलना" जो आपने कभी जीवन में किया नहीं।
शर्म आनी चाहिए कि पुलिस द्वारा सच्चाई बताने के बाद भी आप समाज में जहर फैलाने में लगे हैं।
सत्ता के लालच में मानवता को शर्मसार कर रहे हैं। उत्तर प्रदेश की जनता को अपमानित करना, उन्हें बदनाम करना छोड़ दें। pic.twitter.com/FOn0SJLVqP
— Yogi Adityanath (@myogiadityanath) June 15, 2021
રાહુલનો વાર, યોગીનો પલટવાર
આ મામલામાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ, 'હું આ માનવા તૈયાર નથી કે શ્રીરામના સાચા ભક્ત આમ કરી શકે છે. આવી ક્રૂરતા માનવતાથી દૂર છે અને સમાજ તથા ધર્મ માટે શરમજનક છે.' તેના જવાબમાં યોગીએ લખ્યુ કે, 'પ્રભુ શ્રીરામની પ્રથમ શીખ છે- સત્ય બોલવું, જે તમે જીવનમાં ક્યારેય કર્યુ નથી. શરમ આવવી જોઈએ કે પોલીસ દ્વારા સત્ય જણાવ્યા બાદ પણ તમે સમાજમાં ઝેર ફેલાવવામા લાગ્યા છો. સત્તાની લાલચમાં માનવાને શર્મશાર કરી રહ્યાં છો. ઉત્તર પ્રદેશની જનતાને અપમાનિત કરવાનું અને તેને બદનામ કરવાનું છોડી દો.'
શું બોલી પોલીસ
ગાઝિયાબાદના એસએસપી અમિત પાઠકે કહ્યુ કે, બુલંદશહરના નિવાસી અબ્દુલ સમાજે પોતાની ફરિયાદમાં આ પ્રકારનો આરોપ લગાવ્યો નથી, જે વીડિયોમાં લગાવવામાં આવ્યો છે. પરંતુ પોલીસે સમદને તપાસમાં સામેલ થવા વારંવાર બોલાવ્યો, પરંતુ તે પોલીસ પાસે પરત આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે