હજુ તો હાથરસની 'નિર્ભયા'ની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં બલરામપુરમાં ગેંગરેપ, યુવતીનું મૃત્યુ

હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો  બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે. 

હજુ તો હાથરસની 'નિર્ભયા'ની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં બલરામપુરમાં ગેંગરેપ, યુવતીનું મૃત્યુ

રવિ કુમાર ગુપ્તા, બલરામપુર: હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો  બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુવતીને નશીલો પદાર્થ ખવડાવીને હેવાનોએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. એટલું જ નહીં હેવાનોએ વિદ્યાર્થીનીની હાલત સાંજે ગંભીર થઈ જતા રિક્ષામાં લાદીને તેના ઘરે મોકલી લીધી. ગણતરીના કલાકો બાદ યુવતીનું મૃત્યુ થઈ ગયું. 

મામલો બલરામપુરના ગેસડી પોલીસ સ્ટેશનની હદનો છે. યુવતીના પરિજનોનું કહેવું છે કે 22 વર્ષની યુવતી 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગે બીકોમમાં એડમિનશન કરાવવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ જ્યારે સાંજે લગભગ 5 વાગે પણ ઘરે પાછી ન ફરી તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી. લગભગ સાંજે 7 વાગે યુવતી એક રિક્ષામાં ખરાબ હાલતમાં ઘરે પહોંચી. તેની આ હાલત જોઈને ઘરવાળાઓએ તેની પૂછપરછ કરી તો તે દર્દથી કણસવા લાગી હતી. ગામના બે ડોક્ટરોને બતાવ્યા બાદ જેવી યુવતીને જિલ્લા મુખ્યાલય ખાતે સારવાર કરાવવા માટે ઘરવાળા ગામની બહાર નીકળ્યા કે થોડી આગળ પહોંચતા જ યુવતીનું મૃત્યુ થઈ ગયું. 

નશીલો પદાર્થ ખવડાવાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
કહેવાય છે કે જ્યારે વિદ્યાર્થીની ઘરે પહોંચી તો કિચડથી લથપથ હતી અને તેના હાથમાં ગ્લોકોઝ ચઢાવવામાં વપરાતો વીગો લાગેલો હતો. પરિજનોએ જ્યારે માલુમ પડ્યું કે ગામના જ એક ડોક્ટરને ગામના જ (મુસ્લિમ સમુદાયના) એક છોકરાએ ઘરમાં યુવતીની સારવાર માટે બોલાવ્યા હતાં. 

ગામના છોકરાઓએ કર્યું અપહરણ
પરિજનોએ જણાવ્યું કે પૂછપરછમાં ખબર પડી  કે જ્યારે વિદ્યાર્થીની પચપેડવાના વિમળા વિક્રમ મહાવિદ્યાલયમાં એડમિશન કરાવીને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ગામના જ કેટલાક 5થી 6 છોકરાઓએ તેનું અપહરણ કરી લીધુ. છોકરાઓએ તેને ગામના જ એક ઘરમાં લઈ જઈને ગેંગરેપની  ઘટનાને અંજામ આપ્યો. જે રિક્ષામાં વિદ્યાર્થીનીને ઘરે પહોંચાડવામાં આવી તેના પર લોહીના ધબ્બા તથા તેના જૂતા પણ મળી આવ્યા છે. 

યુવતી સાથે જાનવરો જેવું વર્તન
મૃતક યુવતીનો આરોપ છે કે તેમની પુત્રીને ઈન્જેક્શન આપીને હેવાનિયત આચરવામાં આવી. ત્યારબાદ તે કશું બોલી શકવાની પણ સ્થિતિમાં નહતી. તે ફક્ત એટલું જ કહી શકી કે ખુબ જ દુ:ખાવો છે, હવે હું બચીશ નહીં. 

ખેડૂતોને આધુનિક ખેતી શિખવાડતી હતી યુવતી
જઘન્ય ગેંગરેપનો ભોગ બનેલી પીડિત યુવતી મેઘાવી હતી અને લગભગ બે વર્ષથી એક સંસ્થામાં કમ્યુનિટી રિસોર્સ પર્સનના પદે તૈનાત થઈને વિસ્તારના ખેડૂતોને આધુનિક ખેતી કરવા માટે જાગરૂકતા ફેલાવવાનું કામ કરતી હતી. 30 સપ્ટેમ્બરે આ ઘટનાની સૂચના મળતા પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. 

6 કલાક ચાલ્યુ પોસ્ટમોર્ટમ
આ મામલાની ગંભીરતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સંયુક્ત જિલ્લા ચિકિત્સાલય સ્થિત પોસ્ટમોર્ટમ હાઉસમાં લગભગ 6 કલાક સુધી યુવતીનું પોસ્ટમોર્ટમ 4 ડોક્ટરોની પેનલે કર્યું અને જિલ્લાના સીએમઓએ પણ પોસ્ટમોર્ટમ હાઉસ સુધી આવવું પડ્યું. મોડી સાંજે યુવતીનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો. સૂત્રોનું માનીએ તો ગેંગરેપ  બાદ યુવતીના આંતરિક અને બાહ્ય અંગોમાં ખુબ ઈજા થઈ હતી. જેના કારણે તેનું મોત થયું. ઘટના અંગે પોલીસ ઓફિસર દેવ રંજન વર્માએ જણાવ્યું કે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની તપાસ ચાલુ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news