Weather Update: દેશભરના વાતાવરણમાં પલટો, વગર સિઝનનો વરસાદ માથે લાવ્યો સંકટ

Weather Update: જમ્મુ-કાશ્મીર, ગુજરાત, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 
 

Weather Update: દેશભરના વાતાવરણમાં પલટો, વગર સિઝનનો વરસાદ માથે લાવ્યો સંકટ

નવી દિલ્હીઃ દેશમાં માર્ચ મહિને માવઠુ લઈને આવ્યો છે... ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.. ક્યાંક બરફ વર્ષા તો ક્યાંક ધમાકેદાર વરસાદે મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.. તો ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે

ગુજરાત હોય કે હિમાચલ.... 
પંજાબ હોય કે બિહાર, દેશભરમાં વાતાવરણમાં એવો પલટો આવ્યો છે કે, વગર સિઝને વરસાદ વરસી રહ્યો છે... દિલ્લી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તરભારતમાં કમોસમી વરસાદ વરસ્યો છે... માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે... તો હજુ પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે.. જોકે આ વરસાદ રાહત નહીં પરંતુ લોકો માટે સંકટ લઈને આવ્યો છે... ખેડૂતો માવઠાના કારણે ચિંતાતૂર છે.. તો સામાન્ય લોકોમાં રોગચાળાનો ભય છે.. 

જમ્મુ કાશ્મીરથી બે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા.... જ્યાં એક તરફ શ્રીનગરમાં વરસાદ વરસ્યો... તો સોનમર્ગમાં જોરદાર બરફવર્ષા થઈ... સોનમર્ગમાં ભારે બરફવર્ષાના કારણે ચારે તરફ માત્ર બરફ જ બરફ જોવા મળે છે.. રાતભર સ્નોફોલ બાદ સવારે રસ્તા પર બરફના પહાડ જોવા મળ્યા.. જેને હટાવવા તંત્ર કામે લાગ્યું... 

આ તરફ દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરી... જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો... 
તો હરિયાણા પાસે આવેલી શંભુ બોર્ડર પર પણ વગર સિઝને મેઘો આવતા આંદોલનકારી ખેડૂતોએ છત શોધવાનો વારો આવ્યો.. આંદોલન કરતા ખેડૂતો વરસાદથી બચવા ટ્રેક્ટર નીચે જગ્યા શોધતા દેખાયા... 

જ્યારે કે રાજસ્થાનના પણ અલગ અલગ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ થયો.. જેના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.. તો ગુજરાતમાં પણ માવઠાએ ખેડૂતોને ચિંતામાં ગરકાવ કરી દીધા.. 

દેશના અલગ અલગ રાજ્યોમાં વાતાવરણ એકાએક બદલાયું છે.. ત્યારે હજુ છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશામાં પણ આજથી 4 માર્ચ સુધી વરસાદની આગાહી કરાઈ છે.. જોકે વગર સમયનો વરસાદ સામાન્ય લોકોથી લઈને જગતના તાત માટે સંકટ સમાન છે.. જે એક તરફ પાકનો નાશ કરે છે.. તો બીજી તરફ લોકોને માંદગીના ખાટલે સુવડાવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news