દિવાળી પર સંયુક્ત રાષ્ટ્રએ કર્યું કંઈક એવું કે, જાણીને દરેક ભારતીય ગર્વથી ફુલાઈ જાય

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરી છે કે, ‘સત્ય અને અસત્યની વચ્ચેના સંઘર્ષનો દિવસ હોય છે. પ્રકાશના પાવન તહેવારના અવસર પર દિવાળી પોસ્ટ ટિકીટ છાપવા બદલ યુએન સ્ટાંપનો આભાર.

દિવાળી પર સંયુક્ત રાષ્ટ્રએ કર્યું કંઈક એવું કે, જાણીને દરેક ભારતીય ગર્વથી ફુલાઈ જાય

સંયુક્ત રાષ્ટ્ર : રોશનીનો તહેવાર દિવાળી હવે માત્ર ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનના અંધકારને દૂર કરીને રોશનીની તરફ એક પગલુ ભરવાની પ્રેરણા આપનાર આ તહેવારને સંયુક્ત રાષ્ટ્રમાં આગવા અંદાજમાં ઉજવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ દિવાળીને યાદગાર બનાવવા માટે એક પોસ્ટ ટિકીટ જાહેર કરી છે. ભારતે દિવાળીના અવસર પર વિશેષ પોસ્ટ ટિકીટ જાહેર કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર પોસ્ટ વિભાગનો આભાર માન્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર પોસ્ટ મેનેજમેન્ટે દિવાળી ઉત્સવ ઉજવવા માટે 19 ઓક્ટોબરના રોજ એક વિશેષ કાર્યક્રમ પત્ર જાહેર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરી છે કે, ‘સત્ય અને અસત્યની વચ્ચેના સંઘર્ષનો દિવસ હોય છે. પ્રકાશના પાવન તહેવારના અવસર પર દિવાળી પોસ્ટ ટિકીટ છાપવા બદલ યુએન સ્ટાંપનો આભાર.

1.15 ડોલર મૂલ્યની આ શીટમાં 10 પોસ્ટ ટિકીટ અને નામ પત્ર જાહેર કરાયું છે, જેમાં તહેવાર પર શોની અને દીવા બતાવાયા છે. આ કાગળમાં બેકગ્રાઉન્ડમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની રોશનીથી ઝળહળતી બિલ્ડિંગ અને તહેવારના ભાવને ઉજવવા માટે હેપ્પી દિવાળીનો સંદેશ નજર આવે છે. 

દિવાળીના પ્રસંગે દુનિયાભરના લોકોને શુભેચ્છાઓ પાઠવતા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ મંગળવારે કહ્યું કે, અંધકાર પર પ્રકાશની જીતનો ઉત્સવ છે. આ પ્રાર્થનાનો સમય છે કે, જ્યારે લોકો કોઈ ઈનામ કે વળતર વગર નિસ્વાર્થ સેવા કરે છે. પોમ્પિયોએ દિવાળીના સંદેશમાં લોકોને આનંદદાયક અને સમૃદ્ધિવાળા અવકાશની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, પ્રકાશના પર્વના નામથી ચર્ચિત દિવાળી અધંકાર પર પ્રકાશનો વિજય ઉજવવાનો ખાસ પ્રસંગ છે.  

પોમ્પિયોએ કહ્યું કે, જે લોકો આ ઉત્સવ પર દીવાથી તેમના ઘર સજાવી રહ્યાં છે, હું અમેરિકામાં દિવાળી ઉજવી રહેલા અમારા મિત્રોની ઉપલ્બધિઓને વખાણવા માંગું છું. તેમણે દરેક દિવસે અમારા દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 

સિનેટ ઈન્ડિયા કોક્સના સહઅધ્યક્ષ સિનેટર જોન કાર્યિને કહ્યું કે, દિવાળીથી હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે અને ટેક્સાસમાં હજારો ભારતીય અમેરિકી સહિત દુનિયાભરમાં લાખો લોકો પ્રકાશના આ પર્વને  ઉજવે છે.

અમેરિકન પ્રતિનિધિ સભા માટે ચૂંટાયેલી પહેલી હિન્દુ તુલસી ગબાર્ડે વીડિયો સંદેશમાં કહ્યું કે, દિવાળીનું વર્ષ એ વિશેષ સમય હોય છે, જ્યાં દુનિયાભરના લોકો એકસાથે આવીને ભગવાન રામચંદ્રના અનેક વર્ષોના વનવાસથી અયોધ્યા પરત ફરવાના સન્માનમાં દીવા પ્રગટાવે છે અને અંધકાર પર પ્રકાશ, અસત્ય પર સત્ય અને અજ્ઞાનતા પર જ્ઞાનના વિજયનો ઉત્સવ મનાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news