UN માનવાધિકાર પ્રમુખે CAAને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હસ્તક્ષેપ અરજી
ભારતે કહ્યું, 'અમારૂ સ્પષ્ટ રૂપથી તે માનવું છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે જોડાયેલા મુદ્દા પર કોઈ વિદેશી પક્ષનો કોઈ અધિકાર બનતો નથી.' કુમારે કહ્યું કે, ભારતનું સ્પષ્ટ વલણ છે કે સીએએ બંધારણીય રીતે કાયદેસર છે અને બંધારણીય મૂલ્યોનું પાલન કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર હાઈ કમિશનર કાર્યાલયે સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) પર સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની અરજી કરી છે અને જીનેવામાં ભારતના સ્થાયી દૂતાવાસને તેની જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે, સીએએ ભારતનો આંતરિક મામલો છે અને આ કાયદો બનાવનારી ભારતીય સંસદના સાર્વભૌમત્વના અધિકાર સાથે સંબંધિત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, 'જીનેવામાં અમારા સ્થાયી દૂતાવાસને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ (મિશેલ બૈશ્લેટ)એ જાણકારી આપી કે તેમના કાર્યાલયે સીએએ, 2019ના સંબંધમાં ભારતની સર્વોચ્ચ ન્યાયાલયમાં હસ્તક્ષેપની અરજી કરી છે.'
તેમણે કહ્યું, 'અમારૂ સ્પષ્ટ રૂપથી તે માનવું છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે જોડાયેલા મુદ્દા પર કોઈ વિદેશી પક્ષનો કોઈ અધિકાર બનતો નથી.' કુમારે કહ્યું કે, ભારતનું સ્પષ્ટ વલણ છે કે સીએએ બંધારણીય રીતે કાયદેસર છે અને બંધારણીય મૂલ્યોનું પાલન કરે છે.
તેમણે કહ્યું, 'આ ભારતના વિભાજનની પીડાની સામે આવેલા માનવાધિકારોના મુદ્દાના સંબંધમાં અમારા તરફથી પહેલા વ્યક્ત કરેલી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે.' કુમારે કહ્યું, 'ભારત લોકશાહી દેશ છે જે બંધારણના શાસનથી ચાલે છે. અમે બધા અમારી સ્વતંત્ર ન્યાયપાલિકાનું ખુબ સન્માન કરીએ છીએ અને તેમાં સંપૂર્ણ વિશ્વાસ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી મજબૂત અને કાયદાની દ્રષ્ટિએ ટકનારી સ્થિતિને સર્વોચ્ચ કોર્ટમાં જીત મળશે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે