ચેટિંગ દ્વારા ધર્માંતરણના રેકેટનો ખુલાસો, 5 મહિનામાં દર્શ સક્સેના બની ગયો રેહાન અંસારી
હવે તેને રેહાન અંસાની નામ આપવામાં આવ્યું છે. તમને આશ્વર્ય થશે કે ફક્ત ચેટિંગ દ્વારા જ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઇડા (Noida) ના સેક્ટર-93 ના રહેવાસી દર્શ ગત 3 વર્ષથી પોતાના ઘરેથી ગુમ છે. તેની શોધખોળ માટે તેના પરિવારે તે જગ્યાએ દરવાજો ખખડાવ્યો જ્યાંથી તેમનો 19 વર્ષીય પુત્ર પરત આવી શકતો હતો. પરંતુ પરીણામ કંઇ જુદું જ આવ્યું. હારીને જ્યારે પરિવારે દર્શને સોશિયલ મીડિયા એકાઉન્ટને ફંફોળ્યું તો જે જાણકારી સામે આવી તેને જોઇ પરિવાર આશ્વર્યચકિત અને પરેશાન થઇ ગયો.
5 મહિનામાં કર્યું દર્શનું બ્રેનવોશ!
દર્શના ફેસબુકમાં એક નૂરિયા (Nooriya) નામની મહિલા હતી, જેને સાથે તે જાન્યુઆરી 2018થી સતત ચેટ કરી રહ્યો હતો. તે ચેટને જ્યારે વાંચી તો ખબર પડી કે ચેટ દ્વારા જ દર્શને હિંદુ સાથે મુસલમાન બનાવવાનું કાવતરું રચ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પાંચ મહિના બાદ દર્શ ઘર છોડીને જતો રહ્યો. પરિવારના અનુસાર આ 5 મહિનામાં દર્શ ઘણીવાર શાહીનબાગ અને જામિયાનગર પણ ગયો.
ચેટિંગ દ્રારા ધર્માંતરણનું કાવતરું
દર્શનની માતા શિવાની સક્સેના અને પિતા અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે '5 મે 2018ના રોજ ઘરેથી નિકળ્યા બાદ દર્શને કોઇ મોહંમદ નજીરના નંબર પર ફોન કર્યો હતો. તે સમયે પરિવારની તેની સાથે વાત થઇ હતી. ત્યારે ખબર પડી કે તેને એક કાવતરા હેઠળ ગેરમાર્ગે દોરી મુસલમાન બનાવવામાં આવી રહ્યો છે. હવે તેને રેહાન અંસાની નામ આપવામાં આવ્યું છે. તમને આશ્વર્ય થશે કે ફક્ત ચેટિંગ દ્વારા જ ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે.
Zee News ને મળ્યા સ્ક્રીનશોટ્સ
આ પરિવાર તો પોતાના દર્શને રેહાન બનાવતા રોકી ન શક્યો. પરંતુ ચેટિંગના ખૌફનાક કાવતરાને જાણવું તમારા માટે જરૂરી છે. Zee News પાસે 5 મહિનાની તે ચેટિંગના પુરાવા છે જેને જોવા તમારા માટે જરૂરી છે જેથી કોઇપણ તમારા બાળકને સોશિયલ મીડિયા દ્વારા ગુમરાહ ન કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે